Russia-Ukraine War: રશિયા અને યુક્રેનમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે ત્યાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. મોદી સરકાર યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આ ઓપરેશન હેઠળ સરકાર વિદ્યાર્થીઓને ભારત પરત લાવી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓના માતા પિતા દીકરા દીકરીને જોઇને રડવા લાગ્યા હતા. બાળકોને સલામત રીતે પરત આવતા જોઈને ત્યાં હાજર માતા પિતાની આંખમાં આંસૂ છલકાઇ ગયા હતા અને બાલકોને ભેટીને માતા પિતા રડવા લાગ્યા હતા.
પોતાના બાળકોને યુક્રેનથી પરત ફરતા જોઈને માતા-પિતાની ખુશીનો પાર રહ્યો નહોતો. . તસવીરમાં તમે જોઈ શકો છો કે દીકરીને જોઈને માતા કેવી ભાવુક થઈ ગઈ હતી. વાલીઓએ તેમના બાળકોને ફૂલોના હાર પહેરાવીને મીઠાઇ ખવડાવીને આવકાર્યા હતા.
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ યુક્રેનમાંથી સુરક્ષિત પરત ફરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને કહ્યું, "સ્થિતિ મુશ્કેલ છે પરંતુ અમે દરેક ભારતીયને પરત લાવીશું. અત્યાર સુધીમાં લગભગ 17,000 ભારતીયોએ યુદ્ધગ્રસ્ત યુક્રેનની સરહદ છોડી દીધી છે.તેમણે કહ્યું કે યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટેના ઓપરેશન ગંગા અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ ભારત પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ 15 ફ્લાઈટ્સ આવી છે. આગામી 24 કલાકમાં 15 ફ્લાઈટ્સ નિર્ધારિત કરવામાં આવી છે.
IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ
i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી