Parents Beg Money for Sons Dead Body: બિહારના સમસ્તીપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જે વાંચીને તમે દુઃખી થઇ જશો. એટલું જ નહી પરંતુ તમને વિચારવા પણ મજબૂર કરશે કે આખરે દુનિયામાં શું થઈ રહ્યું છે. શું આપણે ખરેખર એવા યુગમાં આવી ગયા છીએ જ્યાં બધું માનવતાથી ઉપર છે? જ્યાં લાગણીઓનું લોહી વહેતું બંધ થઈ ગયું છે.
જ્યાં અમુક રૂપિયાની સામે કોઈનું મૃત્યુ વામણું બની જાય છે. જ્યાં એક પિતા એટલો મજબૂર હોઈ શકે કે તેને પુત્રની લાશ માટે ભીખ માંગવી પડે. આ વાર્તા માત્ર બિહારની જ નથી, પરંતુ તંત્રના ગેરવહીવટની છે, જેના માટે કોઈ શહેર કે સ્થળની જરૂર નથી. બિહારનું સમસ્તીપુર આવા જ એક પિતાની દર્દનાક કહાનીનું સાક્ષી બન્યું છે.
આ ઘટના બિહારના સમસ્તીપુરની સદર હોસ્પિટલની છે. અહી દીકરાના જીવન માટે નહી પરંતુ દીકરાના મૃતદેહ માટે માતા-પિતા ભીખ માંગી રહ્યા છે. આ વાત સાંભળીને તમે ચોંકી ગયા છે પરંતુ આ વાત સાચી છે.
પુત્રના મૃતદેહ માટે 50 હજારની માંગણી કરી હતી
હોસ્પિટલના એક કર્મચારીએ આ પિતા પાસેથી તેમના દીકરાનો મૃતદેહ લેવા માટે 50,000 રૂપિયાની માંગણી કરી હોવાનું કહેવાય છે. જ્યારે ગરીબ માતા-પિતા પાસે પુત્રની લાશ લેવા માટે પૈસા નહોતા તો તેમણે ભીખ માંગી રૂપિયા એકઠા કરવાનો નિર્ણય કર્યો. બાદમાં તેઓ ઘરે ઘરે જઇને લોકો પાસેથી ભીખ માંગી રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ
અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું
IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન