Sidhu Moose Wala Murder Update: સિદ્ધૂ મુસેવાલા હત્યા કેસમાં  દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસો 29 મેના રોજ થયેલા મુસેવાલા મર્ડર કેસના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ મુસેવાલાની હત્યા પાછળનો માસ્ટરમાઇન્ડ હતો. પોલીસે કહ્યું છે કે લોરેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતો રહ્યો છે.






પોલીસે દાવો કર્યો છે કે તેમણે વિકી મુડુખેડાના હત્યારાઓને પણ પકડી લીધા છે. આ સાથે કબડ્ડી ખેલાડી સંદીપ નાંગરના હત્યારાઓ પણ ઝડપાઈ ગયા છે. પોલીસે કહ્યું છે કે અમે મુસેવાલાના હત્યારાઓને પણ જલ્દી પકડવા માંગીએ છીએ.


5 આરોપીઓની ઓળખ થઈ


પોલીસે કહ્યું છે કે મીડિયામાં શંકાસ્પદ વ્યક્તિના 8 ફોટા છે, અમે તેની તપાસ કરી છે. હત્યારાની ઓળખ એ પહેલું કામ હતું. અમે 5 આરોપીઓની ઓળખ કરી લીધી છે. પુણે પોલીસે એક શૂટરની ધરપકડ કરી છે. આ મામલે સિદ્ધેશ ઉર્ફે મહાકાલની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યામાં મહાકાલનો સહયોગી સામેલ હતો. બાકીના સહયોગીઓની પણ ધરપકડ કરીશું. મુંબઈ પોલીસ સલમાનના ઘરની બહાર લાગેલા ધમકીભર્યા પત્ર પર તપાસ કરી રહી છે.


હત્યારા માટે સહયોગીની ધરપકડ


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અમે અત્યારે આ લેટર કેસ અંગે વધુ માહિતી શેર કરી શકતા નથી. તેમણે કહ્યું કે મુસેવાલાની હત્યામાં સૌરભ મહાકાલ સામેલ નહોતો. તે શૂટર સાથે નજીકના સંપર્કમાં હતો. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે મહાકાલ નજીકના શૂટરનો સહયોગી છે. તેણે શૂટર સાથે મળીને અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. પોલીસે કહ્યું છે કે તેનો ઈરાદો શું હતો, અમે તેનો ખુલાસો કરી શકતા નથી.


 


અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું


IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન


Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા


Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત