નવી દિલ્હીઃ આજે 20મી ઓગસ્ટ 2022નો દિવસ છે, આજના દિવસમાં ઇતિહાસમાં અનેક ઘટનાઓ ઘટી છે જે આજે પણ યાદગાર છે, આમાની એક ઘટના છે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મદિવસ. આજે ભારતના 9મા વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મદિવસ છે. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના દિવસે થયો હતો. રાજીવ ગાંધીનો જન્મ મુંબઇમાં પૂર્વ વડાપ્રધાન માતા ઇન્દિરા ગાંધી અને પિતા ફિરોઝ ગાંધીના ઘરે થયો હતો. ઇન્દિરા ગાંધીની પત્નીનુ નામ સોનિયા ગાંધી છે, અને તેમના બાળકોનુ નામ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા છે. 


પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જીવન અંગે વાત કરીએ તો તેમને રાજનીતિમાં બિલકુલ રસ ન હતો. પરંતુ માતા ઇન્દિરા ગાંધીની હત્યા બદા તેને વડાપ્રધાનના પદની જવાબદારી સોંપવામા આવી હતી. વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીનો કાર્યકાળ ખુબ ટુંકો રહ્યો હતો, તેમને દેશમાં ઘણુબધુ કામ કર્યુ હતુ. આમ છતાં તેમનો આઠમો મહિનાનો આ 20મો દિવસ એક દુઃખદ ઘટના તરીકે ઇતિહાસના પાનામાં દબાઇ ગયો. ખરેખરમાં, વર્ષ 1995માં 20 ઓગસ્ટે પુરુષોત્તમ એક્સપ્રેસ અને કાલિંદી એક્સપ્રેસ વચ્ચીની ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં આસાને સામનેની ભીષણ ટક્કરે ભયંકર તબાહી મચાવી દીધી હતી. દૂર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થઇ ગયા હતા, અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા. 


દુનિયાના ઇતિહાસમાં 20મી ઓગસ્ટે આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી, જે આજે પણ ખુબ ચર્ચિત છે....... 


1828 : રામ મોહન રાય દ્વારા બ્રહ્મ સમાજનુ પહેલુ અધિવેશન કોલકત્તામાં આયોજિત કરવામાં આવ્યુ. 


1897 : રોનાલ્ડ રૉસે કોલકત્તાની પ્રેસિડેન્સી જનરલ હૉસ્પીટલમાં કામ કરવા દરમિયાન મલેરિયાના કારક એનોફિલીજ મચ્છરની ઓળખ કરી.


1913 : ફ્રાન્સના એડૉલ્ફ પેગોડ પેરાશૂટ દ્વારા વિમાનમાંથી ઉતરનારા પહેલા પાયલટ બન્યા.


1921 : કેરળના માલાબારમાં મોપલા વિદ્રોહની શરૂઆત. 


1944 : ભારતના 9માં વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ દિવસ. 


1955 : મોરક્કો અને અલ્જિરિયામાં ફ્રાન્સ-વિરોધી તોફાનોમાં સેંકલો લોકો માર્યા ગયા. 


1979 : તત્કાલિન વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહએ વડાપ્રધાન પદના શપથ લીધાના 23 દિવસ બાદ રાજીનામુ આપ્યુ. 


1988 : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ જિયા ઉલ હકનુ હવાઇ દૂર્ઘટનામાં નિધન તથા સીનેટ સભાપતિ ગુલામ ઇશહાફ ખાન રાષ્ટ્રપતિ બન્યા. 


1988 : ભારત અને નેપાલમાં 6.5 ની તીવ્રતા વાળા ભૂકંપથી એક હજાર લોકોના મોત થયા. 


1995 : પુરુષોત્તમ એક્સપ્રેસ અને કાલિંદી એક્સપ્રેસની સામ સામેની ટક્કરમાં 250 થી વધુ લોકોના મોત. 


1991 : ઉત્તરીય યુરોપીય દેશ ઇસ્તોનિયાએ તત્કાલિન સોવિયત સંઘથી અલગ થવા જાહેરાત કરી. 


2002 : પેલેસ્ટાઇન નેતા અબુ નિદાલ મૃત હાલતમાં મળી આવ્યા. 


આ પણ વાંચો..... 


CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR


Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ


Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા


Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા


Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય