નવી દિલ્હીઃ ટૂલકિટ મામલામાં છત્તીસગઢ સરકારને આજે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ રાજ્ય સરકારની અરજી કરી હતી. બંન્ને નેતાઓ પર રાજ્ય પોલીસ તરફથી દાખલ એફઆઇઆરની તપાસ કરીને છત્તીસગઢ હાઇકોર્ટે રોક લગાવી હતી. આ આદેશમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે.


બંન્ને નેતાઓએ કોગ્રેસ પર ટૂલકિટના માધ્યમથી કેન્દ્ર સરકારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને પાયાવિહોણા ગણાવતા કોગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIના આકાશ સિંહે રમણ સિંહ અને સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. 11 જૂનના રોજ હાઇકોર્ટે આખા મામલાને રાજકીય ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ભાજપના નેતાઓના આરોપોથી શાંતિ ભંગ હોવાની આશંકા ખોટી છે. તેનાથી સામાન્ય નાગરિકોને કોઇ લેવા દેવા નથી. ફક્ત કોગ્રેસના કાર્યકર્તા પરેશાન છે. એફઆઇઆરને રાજકીય વિરોધનું પરિણામ ગણાવતા હાઇકોર્ટે તપાસ પર રોક લગાવી દીધી હતી.


આ વિરુદ્ધ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ચીફ જસ્ટિસે રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં રજૂ થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીને સલાહ આપી હતી કે  તે અહી પોતાની ઉર્જા બરબાદ ના કરે. બેન્ચે કહ્યું કે, તેમને હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાની કોઇ જરૂરિયાત લાગતી નથી. કેસ હજુ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. રાજ્ય સરકારે ત્યાં જ પોતાની વાત રાખવી જોઇએ.


કોવિશિલ્ડને યુકેએ આપી માન્યતા


કોવિશિલ્ડ પર તેની રસી નીતિથી ઘેરાયેલા યુકેએ આખરે મોટો ફેરફાર કર્યો છે. યુકેએ હવે ભારતની બનાવેલી કોવિશિલ્ડને માન્ય રસી તરીકે સ્વીકારી છે. આ અંગે નવી ટ્રાવેલ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.યુકે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભારતીય કોવિશિલ્ડની કોરોના રસી લઈને યુકે જાય છે, તો તેણે હજુ પણ કોરેન્ટાઈન રહેવું પડશે. કેમ આવું છે? તેના જવાબમાં યુકે સરકારે કહ્યું કે 'સર્ટિફિકેશન' નો મુદ્દો હજુ બાકી છે.


India Corona Cases: દેશમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, એક્ટિવ કેસ 186 દિવસની નીચલી સપાટીએ


ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણયઃ કુદરતી આફત સમયે કોને મળશે 50 હજારની સહાય?


ભાજપના કયા સાંસદે લખ્યું, 'ગાંધીનગર જતાં તો નીતિનભાઈ સામુય નહોતા જોતા'