Indian Navy: સ્વેદેશી યુદ્ધપૌતના ક્ષેત્રમાં આગામી અઠવાડિયે મુંબઇ સ્થિત મઝગાંવ ડૉકયાર્ડમાં એક ઐતિહાસિક દિવસ છે. 17 મેએ મઝગાંવ ડૉકયાર્ડમાં બે સ્વદેશી યુદ્ધપોત લૉન્ચ કરવામાં આવશે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ ત્યાં હાજર રહેશે.


ભારતીય નૈસેના અનુસાર, આ બન્ને વૉરશિપ એટલે કે યુદ્ધપોત આઇએનએસ સુરત (યાર્ડ 12707) અને આઇએનએસ ઉદયગિરી (યાર્ડ 12652) ના નામથી ઓળખાશે. આ બન્ને યુદ્ધપોતની ડિઝાઇન નૌસેનાના નેવલ ડિઝાઇન નિદેશાલયે તૈયાર કરી છે. 


આઇએનએસ સુરત ભારતીય નૌસેનાના પ્રૉજેક્ટ 15બી નેક્સ્ટ જનરેશન સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રૉયર છે. આઇએનએસ સુરત પ્રૉજેક્ટ 15બી નુ ચોથુ યુદ્ધપોત અને પ્રૉજેક્ટ 15એ એટલે કે કોલકત્તા -ક્લાસ ડેસ્ટ્રૉયર યુદ્ધપોતની સરખામણીમાં એક મોટુ મેકઓવર છે. પ્રૉજેક્ટ 15બીનુ પહેલુ યુદ્ધપોત, આઇએનએસ વિશાખાપટ્ટનમ ગયા વર્ષે એટલે કે 2021માં ભારતીય નૌસેનામાં સામેલ થઇ ગયુ હતુ, જ્યારે બાકીના બે આઇએનએસ મારમુગાવ અને આઇએનએસ ઇમ્ફાલના ટ્રાયલ ચાલી રહ્યાં છે. 


સુરત 18મી સદી સુધી જહાજ નિર્માણનુ અગ્રણી શહેર -
આઇએનએસ સુરતને ગુજરાતની વાણિજ્યિક રાજધાની સુરતના નામથી રાખવામાં આવ્યુ છે. સુરતને મુંબઇ બાદ પશ્ચિમી ભારતનુ બીજુ સૌથી મોટુ કૉમર્શિયલ હબ માનવામાં આવે છે. 16મી સદીથી લઇને 18મી સદી સુધી સુરતને જહાજ નિર્માણમાં એક અગ્રણીય શહેર માનવામાં આવતુ હતુ. અહીં બનેલા જહાંજ 100-100 વર્ષ સુધી દરિયામાં કાર્યરત રહેતા હતા. 


 


આ પણ વાંચો.............


યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ


રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી


વિશ્વ પ્રવાસનના નકશા પર ચમકતાં કચ્છ અને પાટનગર ભુજને રાજવી પરિવાર દ્વારા વધુ બે ભેટ અર્પણ કરવામાં આવી


Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં


Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત


... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે