Jammu Kashmir Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ (Kulgam) અને પુલવામા (Pulwama) જિલ્લામાં શનિવારે સુરક્ષાદળોએ અલગ અલગ અથડામણમાં બે આતંકવાદીઓએ ઠાર માર્યા છે, અને એક સૈનિક ઘાયલ થઇ ગયો છે. પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, કુલગામ અને ખાંદીપુરા વિસ્તારમાં એક આંતકવાદી છુપાયેલો હોવાની ઠોસ બાતમી મળતા તેના આધાર પર સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ.
તેને કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો પર છુપાયેલા આતંકવાદીઓ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ, અને સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સૌથી પહેલા અથડામણમાં આજુબાજુના લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા હતા. બાદમાં સેનાના જવાનોએ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓને ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબૂલ મુઝાહિદ્દીનના સભ્યો અને કુલગામ નિવાસી રસિક અહેમદ ગની તરીકે થઇ છે, જેનો મૃતદેહ અથડામણ સ્થળ પરથી જપ્ત કરી દેવામાં આવ્યો છે.
પ્રવક્તાએ કહ્યું કે, પોલીસ રેકોર્ડ અનુસાર માર્યો ગયો આતંકવાદીસ પોલીસ અને અન્ય સુરક્ષાદળો પર હુમલા સહિત અન્ય કેટલીય આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. અથડામણ સ્થળ પરથી આપત્તિજનક સામગ્રી, હથિયાર અને દારુગોળા સહિત એક 303 રાયફલની સાથે 23 કારતૂસ, એક પિસ્તોલ અને 31 કારતૂસ તથા એક હાથગોળો સહિતની વસ્તુઓ જપ્ત કરવામા આવી છે.
આ પણ વાંચો......
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ
Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન
ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા