Maharashtra News: મહારાષ્ટ્રમાં શિવસેના (Shivsena)ના ઉદ્વવ જૂથને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે,ખરેખરમાં નવી મુંબઇના 32 શિવસેના કૉર્પોરેટરોએ હવે સીએમ એકનાથ શિન્દેને પોતાનુ સમર્થન આપવાનો સંકલ્પ કર્યો છે, આ પહેલા થાણેના નગર નિગમ (ટીએમસી)માં પાર્ટીના 67 પૂર્વ કૉર્પોરેટરોમાંથી 66 એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દેના નેતૃત્વ વાળા જૂથના પ્રત્યે સમર્થન દર્શાવ્યુ છે. આ હવે એવો ઇશારો કરે છે કે આગામી સમયમાં ઉદ્વવ ઠાકરે જૂથને બીએમસી ચૂંટણીમાં પણ મોટો ઝટકો લાગી શકે છે.
થાણે નગર નિગમ છે શિવસેનાનો ગઢ -
ઉલ્લેખનીય છે કે 131 સભ્યો વાળી થાણે નગર નિગમનો કાર્યકાળ થોડાક સમય પૂર્વ સમાપ્ત થઇ ગયો હતો, અને હવે ચૂંટણી થવાની છે. આ નગર નિગમને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. શિન્દેની ઓફિસમાંથી જાહેર થયેલી એડમાં એ બતાવવામાં આવ્યુ કે પૂર્વ મહાપૌર નરેશ મહાસ્કેના નેતૃત્વમાં 66 પૂર્વ શિવસેના કૉર્પોરેટરોએ બુધવારે રાત્રે શિન્દેને તેમના મુંબઇ સ્થિત નિવાસ સ્થાન ‘નંદનવન’ બંગલામાં મુલાકાત કરી અને તેમનુ સમર્થન કર્યુ.
શિવસેનામાં બે ફાડ -
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિન્દેએ ગયા મહિને શિવસેનામાંથી બળવાખોરી કરી દીધી હતી. તેની સાથે શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ પણ પાર્ટી સામે બળવો કર્યો. જેના કારણે ઉદ્વવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી (એમવીએ) સરકાર પડી ગઇ. આ પછી 30 જૂને ફરી એકવાર શિવસેના અને બીજેપીની સંયુક્ત સરકાર બની, જેમાં શિવસેનાના નેતા એકનાથ શિન્દે રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી બન્યા હતા.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો