યુકેની કોર્ટે નીરવ મોદીને મોટી રાહત આપી છે. બ્રિટનની હાઈકોર્ટ ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને માનસિક સ્વાસ્થ્યના આધારે ભારતના પ્રત્યર્પણ સામે અરજી કરવાની મંજૂરી આપી છે.


હાલ ક્યાં છે નિરવ મોદી 


હાલ નિરવ મોદી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં છે. પ્રત્યપર્ણ મામલે તે પણ વીડિયો લીંક દ્વારા કોર્ટમાં હાજર રહ્યાં હતા. પીએનબી છેતરપિંડી મામલે તપાસ કરી રહી છે. ભારતીય તપાસ એજન્સી અને સીબીઆઇના આગ્રહ બાદ 19 માર્ચ 2019થી મોદી લંડનની આ જેલમાં છે. 


આર્થર રોડ જેલ વિશે ભારતીય એજન્સીઓએ શું કહ્યું 


ભારતીય તપાસ એજન્સીઓએ બ્રિટનની અદાલતને જણાવ્યું કે, આર્થર રોડ જેલમાં મોદીના સ્વાસ્થ્યની પરિસ્થિતિ સંભાળવામાં સક્ષમ છે. જેલની નજીક જ 3 હોસ્પિટલ છે. જો મોદીને ભારત મોકલવામાં આવે છે તો આર્થર રોડ જેલમાં સંપૂર્ણ પ્રબંધ છે.  UK ની  કોર્ટે સાત વખત ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. તેના પર પર ભારતમાં પંજાબ નેશનલ બેંકની 14 હજાર કરોડથી વધ રકમની લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે અને તેને ભાગેડુ જાહેર કરાયો છે.






થોડા મહિના પહેલા નીરવ મોદીની કાનૂની સલાહકારે UK ની અદાલતને કહ્યું હતું કે નીરવ મોદીના કેસને લઈ થઈ રહેલી રાજનીતિના કારણે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં કેસ થવાની સંભાવના નથી અને ભારતીય જેલોમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓના અભાવને કારણે તેમને 'આત્મહત્યાના ઊંચા જોખમ' નો સામનો કરવો પડી શકે છે.


Covid Vaccine: કોરોના રસી ફરજિયાત કરવાને લઈ સુપ્રીમ કોર્ટે મોદી સરકારને શું કહ્યું ?


Shravan 2021: શ્રાવણ મહિનામાં રાશિ મુજબ કરો પૂજા-અભિષેક, મહાદેવ પ્રસન્ન થઈને આપશે મનોવાંછીત ફળ


ભાજપ શાસિત આ રાજ્યમાં બે લાખ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ, જાણો વિગત