UP Election Result 2022: ભુતકાળમાં ઉત્તર પ્રદેશ પર શાસન કરનાર બહુજન સમાજ પાર્ટીની 2022 વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે. બહુજન સમાજ પાર્ટીના ફક્ત એક ઉમેદવાર આ ચૂંટણીમાં જીત મેળવી શક્યા છે. આ હાર છતાં બસપાએ આ ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓને મળેલા કુલ મતોના 12.9 ટકા મત મેળવ્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં બસપાએ કુલ 403 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા પણ ફકત 19 ઉમેદવારો જ જીત્યા હતા.
યુપી વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપની આંધીમાં કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે ફક્ત 2 સીટો જ્યારે બસપાએ ફક્ત 1 સીટ પર જ જીત મેળવી છે. બલીયા જિલ્લાના રાસરા વિધાનસભા સીટ પર બસપાના ઉમેદવાર ઉમાશંકર સિંઘે જીત મેળવી છે. ઉમાશંકર સિંઘે એસબીએસપીના ઉમેદવાર મહેન્દ્રને 6583 વોટથી હરાવ્યા છે. આ પહેલાં ઉમાશંકર સિંઘે 2017 અને 2012ની ચૂંટણીમાં પણ આજ સીટ પરથી જીત મેળવી હતી.
રોબીનહુડ ઉમાશંકર સિંઘઃ
બસપાના એક માત્ર વિજેતા ઉમેદવાર ઉમાશંકર સિંઘ પોતાના મતવિસ્તારમાં લોકોને મદદ કરીને લોકોમાં રોબીનહુડ તરીકે જાણીતા છે. ઉમાશંકર સિંઘ ગરીબ લોકોને ઘણી મદદ કરે છે. ખાસ તો ગરીબ દિકરીઓના લગ્ન કરાવવામાં ઉમાશંકર સિંઘ મદદ કરે છે. આ સાથે તેમણે રાસરા સીટના વિકાસથી વંચિત વિસ્તારોમાં મફત વાઈ-ફાઈની સુવિધા પણ આપી છે. રાસરા સીટના લોકોમાં એવી છાપ છે કે, ઉમાશંકર સિંઘ વિપક્ષની પાર્ટી તરફથી પણ જો ચૂંટણી લડે તો પણ તે વિકાસના કામો કરશે.
આ પણ વાંચોઃ