નવી દિલ્હીઃ મુસાફરી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગ હવે સામાન્ય વાત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે એક સમયે યાત્રા દરમિયાન આરોગ્ય સેતુ એપ ફરજિયાત કરી દીધી હતી. સીએનએનના એક રિપોર્ટ મુજબ, આગામી વર્ષથી માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગની જેમ મુસાફરી દરમિયાન વેક્સીન પાસપોર્ટ એપ ન્યૂ નોર્મલ હશે.


કેવી રીતે કરશે કામ

જાણકારી મુજબ, આ એક મોબાઇલ એપ હશે. જેમાં કોરોના રિપોર્ટની જાણકારી હશે. જેને યાત્રા દરમિયાન ફરજીયાત કરી દેવાશે. આ ઉપરાંત કોન્સર્ટ વેન્યૂ, મૂવી થિયેટર, ઓફિસમાં પણ અનિવાર્ય રીતે લાગુ કરી દેવાશે. વિદેશ પ્રવાસ દરમિયાન પણ પાસપોર્ટની જેમ તેને ફરજિયાત લાગુ કરાશે.

ડબલ્યુએચઓએ શું કહ્યું

આ એક પ્રકારનો ડિજિટલ હેલ્થ પાસપોર્ટ હશે. અનેક કંપનીઓ આ માટે સ્માર્ટફોન એપ અને સોફ્ટવેર ડિઝાઇનિંગનું કામ શરૂ કરી ચુકી છે. કોમ ટ્રસ્ટ નેટવર્ક તથા આઈબીએએમ જેવી અનેક કંપનીઓ આ દિશામાં ઘણી આગળ વધી ચુકી છે. ડબલ્યુએચઓએ અનેક દેશોની ભલામણ બાદ કહ્યું કે, વેક્સીન પાસપોર્ટના ઉપયોગ લોકોમાં તેમના વર્કપ્લેસ તથા એક દેશમાંથી બીજા દેશની મુસાફરી દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે.

વિશ્વભરમાં અત્યાર સુધીમા કોરોના સંક્રમિતોનો આંકડો 8 કરોડ 16 લાખ 38 હજાર 229 પર પહોંચી ગયો છે. ઉપરાંત 17 લાખ 80 હજારથી વધારે લોકોના મોત થયા છે. જોકે 5 કરોડ 77 લાખ લોકો ઠીક થઈ ગયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં અમેરિકા ટોચ પર છે. જે પછી ભારત, બ્રાઝીલ, રશિયા, ફાંસ અને યુકે છે.

વિશ્વના 27 દેશોમાં કોરોના સંક્રમોતની સંખ્યા 5 લાખને પાર થઈ ઘઈ છે. જેમાં ઈટાલી, પેરુ, સાઉથ આફ્રિકા, ઈરાન, જર્મની, પોલેન્ડ અને ચિલી પણ સામેલ છે. દુનિયાના 17 દેશોમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે.

મેલબર્નમાં જીત બાદ કોચ શાસ્ત્રીએ રહાણેની કરી પ્રશંસા, કહ્યું- તે કોહલી કરતાં.........

હવે Mobile Appથી જાણી શકાશે સોનું અસલી છે કે નકલી, જાણો કેવી રીતે કામ કરે છે એપ્લીકેશન