Visa Corruption Case: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને નેતા પી ચિદમ્બરમ કાર્તિ ચિદમ્બરના નજીકને સીબીઆઇએ ધરપકડ કરી લીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, વીઝા ભ્રષ્ટાચારના કેસમાં આમોટી ધરપકડ થઇ છે. સીબીઆઇએ મોડી રાત્રે ભાસ્કર રમનની ધરપકડ કરી છે, જે કાર્તિ ચિદમ્બરમનો નજીકનો માણસ છે. આ મામલામાં સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમના ઘરે અને ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યો હતા. 




ચીન સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી - 
CBIએ મંગળવારે લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ પર 250 ચીની નાગરિકોને ભારતીય વિઝા અપાવવાનો આરોપ છે, જેના બદલામાં તેમણે 50 લાખની લાંચ લીધી હતી.


મંગળવારે સીબીઆઈની ટીમે કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ સહિત 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા ચેન્નાઈ, દિલ્હી વગેરેમાં કરવામાં આવ્યા હતા. મુંબઈમાં ત્રણ, કર્ણાટકમાં એક અને પંજાબ અને ઓડિશામાં એક-એક જગ્યાએ સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા.


કાર્તિ ચિદમ્બરમનું ચીન સાથે શું છે કનેક્શન ?
જે કેસમાં સીબીઆઈએ નવો કેસ નોંધ્યો છે, તે કેસમાં પહેલાથી જ તપાસ ચાલી રહી હતી. CBIનો આરોપ છે કે કાર્તિ ચિદમ્બરમે UPA શાસન દરમિયાન 250 ચીની નાગરિકોને વિઝા અપાવ્યા હતા, જેના બદલામાં તેમણે 50 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ ચીની નાગરિકો ભારતમાં આવીને કોઈ પાવર પ્રોજેક્ટ માટે કામ કરવા માંગતા હતા. આરોપ છે કે આ 2010થી 2014 વચ્ચે આ કામ થયુ હતું. પ્રારંભિક તપાસ બાદ સીબીઆઈએ આ મામલામાં FIR નોંધી હતી. 


INX મીડિયા કેસની તપાસ દરમિયાન CBIને આ વાતની જાણ થઈ હતી. કાર્તિનું નામ INX મીડિયા કેસમાં પણ છે, જેમાં તેની સામે તપાસ ચાલી રહી છે. આ તપાસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) ક્લિયરન્સને લઈને ચાલી રહી છે. તપાસ દરમિયાન સીબીઆઈને 50 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની ખબર પડી. આરોપ છે કે આ એ જ પૈસા હતા જે ચીનના કર્મચારીઓને વિઝા અપાવવાના બદલામાં ગેરકાયદેસર રીતે મેળવ્યા હતા


આ પણ વાંચો......... 


Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી


ખેડૂતો માટે ખુશીના સમાચારઃ સૌરાષ્ટ્રમાં કપાસના રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા, જાણો મોટા સમાચાર


Farmer’s Success Story: B.Tech કર્યા બાદ આ યુવકે કરી બટાટાની ખેતી, વર્ષે કરે છે કરોડની કમાણી; નાંખશે ચિપ્સ પ્લાન્ટ


ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત


જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી


પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી