હાથીઓનું ટોળુ એક હાથીના બચ્ચાને કેવી રીતે સુરક્ષા  પુરી પાડે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો ભારતીય વન સેવા (IFS) અધિકારી સુસાંતા નંદાએ 22 જૂને ટ્વિટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, 'પૃથ્વી પર હાથીઓના ટોળા સિવાય આટલું મોટું રક્ષણ કોઈ આપી શકે નહીં, આ Z+++ છે.' આ વીડિયો તમિલનાડુના કોઈમ્બતુરનો માનવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 51 હજારથી વધુ વ્યૂઝ અને 7.7 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે.






શું છે આ 38 સેકન્ડના વીડિયોમાં?


આ વીડિયોમા લોકોને તમિલમાં વાત કરતા સાંભળી શકાય છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે હાથીઓનું ટોળું રસ્તા પર ચાલી રહ્યું છે. જ્યારે ટોળાની વચ્ચે હાથીનું બચ્ચુ ચાલતુ જોઇ શકાય છે.  તે ટોળાની વચ્ચે સંપૂર્ણપણે સુરક્ષિત છે.






 


Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?


કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો


Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ


જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ