મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ શિવસેના-કોંગ્રેસ-એનસીપીમાં વાતચીલ શરૂ છે અને આ માટે કોમન મિનિમમ પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, આગામી સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરશે. તેમણે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.


આ પહેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે, ત્રણેય પક્ષોની સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે અને વિકાસલક્ષી શાસન આપશે. ગઠબંધનનું નેતૃત્વ શિવસેના કરશે. પવારના સહયોહી અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મુખ્યમંત્રી પદના મુદ્દે જ તેમણે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. તેમની ભાવનાઓનું સન્માન કરવું અમારી જવાબદારી છે.


કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ રવિવારે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. કોંગ્રેસ અને એનસીપી પહેલા જ સરકાર માટે શિવસેના સાથે એક કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા કરી ચુક્યા છે.


મુખ્યમંત્રી પદને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે ચાલતી ખેંચતાણ બાદ રાજ્યમાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. બીજેપી અને શિવસેના રાજ્યમાં 21 ઓક્ટોબરે થયેલી વિધાનસભા ચૂંટણી એક સાથે મળીને લડ્યા હતા અને બંને પાર્ટીઓ ક્રમશઃ 105 અને 56 સીટ જીત્યા હતા.

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, ભક્તોની ભારે ભીડ; 10 મહિલાને પરત મોકલવામાં આવી

સાવરકુંડલા, જૂનાગઢમાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી મુશ્કેલી

Rcomના ડાયરેક્ટર પદેથી અનિલ અંબાણીએ આપ્યું રાજીનામું, જાણો વિગત