All India Weather Update: રાજધાની દિલ્હી સહિત ઉત્તરભારતમાં કેટલાય રાજ્યોમાં હાડ ગાળતી ઠંડી પડવાની શરૂઆત થઇ ચૂકી છે. આ બધાની વચ્ચે શુક્રવારે હવામાન વિભાગે કહ્યું- આજે ઉત્તરભારતના કેટલાય રાજ્યોમાં હવામાન બદલાઇ ગયુ છે, અને આને ધ્યાનમાં રાખતા કહી શકાય છે હજુ આ રાજ્યોમાં ઠંડીની લહેર પ્રસરી શકે છે. 


હવામાન બદલાતા એટલે કે 22 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણઆ, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. એટલુ જ નહીં વરસાદ અને ઠંડી બન્નેની સંભાવના વધુ છે. 


ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
પાલનપુરઃ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા હતા. બનાસકાંઠામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વારંવાર વાતાવરણમાં બદલાવને લઈ ખેડૂતો પરેશાન છે.


બનાસકાંઠાના સુઈગામના મોરવાડા પંથકમાં કમોસમી વરસાદી પડ્યો હતો. સુઈગામના બોરું, દુદોસણ, ડાભી, ધરેચાણા, મોરવાડા સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. તે સિવાય મોડી રાત્રે યાત્રાધામ અંબાજીમાં પણ કમોસમી વરસાદી માહોલ રહ્યો હતો. અંબાજીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.


નોંધનીય છે કે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે. કચ્છ, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ,મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં માવઠું પડશે. આગામી 24 કલાક તો લઘુત્તમ તાપમાનમાં કોઈ ફરક નહીં આવે. પરંતુ 23 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. 23 થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. તો 25 થી 30 કિમી ગતિએ સુસવાટાભર્યા પવન ફૂંકાશે. આજે ડીસા અને ગાંધીનગર રહ્યાં સૌથી ઠંડુંગાર રહ્યું છે.  આ બંને શહેરોમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. 22 જાન્યુઆરીએ અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો........


India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ


ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત


ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?


રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?


35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું