Scrub-typhus:ચોમાસાની ઋતુ કાળઝાળ ગરમીથી ઘણી રાહત આપે છે. પરંતુ ચોમાસા દરમિયાન વરસાદ બંધ થતાંની સાથે બફારો વધી જાય છે. આવા વાતાવરણમાં  સ્ક્રબ ટાયફસ નામનો બેક્ટેરિયલ રોગ પ્રકાશમાં આવ્યો છે.આ  બીમારીએ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં પગ પેસારો કર્યો છે. અહેવાલો અનુસાર આ બીમારીથી ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે.તો બીજી તરફ  700 થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.


સ્ક્રબ ટાયફસ અને તેના લક્ષણો શું છે?


સ્ક્રબ ટાયફસ એક બેક્ટેરિયલ બીમારી છે.તેના લક્ષણો સામાન્ય રીતે ફ્લૂ અને મેલરિયા સમાન હોવાથી શરૂઆતના સમયમાં તેનું નિદાન કરવું મુશ્કેલી છે.. કેટલાક સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ તો.



  • તાવ

  • માથાનો દુખાવો

  • ઠંડી લાગવી

  • ત્વચા પર ચકામા

  • શરીરનો દુખાવો

  • સાંધાનો દુખાવો


જો ઉપરોક્ત કોઇ પણ લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ. બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યાના 4-5 દિવસ પછી જ સ્ક્રબ ટાયફસના લક્ષણો દેખાવા લાગે છે. જો સારવાર ન કરવામાં આવે તો, ચેપ ઘાતક બની શકે છે, કારણ કે તે તમારી શ્વસનતંત્ર, કિડની, મગજને અસર કરી શકે છે, મલ્ટી ઓર્ગન ફેલ્યોર તરફ દોરી જાય છે. આ રોગમાં તાત્કાલિક તબીબી સારવાર લેવી હિતાવહ  છે.


આ લોકો આ રોગથી વધુ પીડાય છે


સ્ક્રબ ટાયફસ ભારતમાં ચિંતાનું કારણ છે કારણ કે જો તેનું નિદાન અને તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. સૌથી ભયાનક બાબત એ છે કે કેટલાક કિસ્સાઓમાં જીવ પણ જઈ શકે છે. તેના લક્ષણો ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય તાવજન્ય રોગો સમાન હોવાથી  લોકો તેના પર ધ્યાન આપતા નથી.


ક્યાં લોકોને વધુ જોખમ


 સ્ક્રબ ટાઈફસ થવાનો ડર મોટાભાગે એવા લોકોને હોય છે જેઓ ગામડાઓ અથવા જંગલ વિસ્તારમાં રહે છે. અથવા જેઓ ખેતી કરે છે. ઘાસના મેદાનોમાં વૉકિંગ કરે છે. એવા લોકોને આ રોગ થવાનું જોખમ વધારે હોય છે.


આ પણ વાંચો


Aditya-L1 Mission: ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1 એ લીધી સેલ્ફી, ઇસરોએ શેર કરી અદભૂત તસવીર


Rajkot: '...પણ જો આપણને કોઇ નડે તો તેને છોડવાના પણ નથી', રાજકોટ શોભાયાત્રામાં વજુભાઇ વાળાનું નિવેદન


G-20 Name Full Form: દિલ્લીમાં 9-10 સપ્ટેમ્બર G-20 સમિટ યોજાશે, શું આપ જાણો છો આમાં Gનો શું અર્થ છે?


Jawan Box Office Collection Day 1: બોક્સ ઓફિસ પર આવ્યું 'જવાન'નું તોફાન, શાહરૂખની ફિલ્મે ઓપનિંગ ડે પર કરી બંપર કમાણી