જામનગર શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શહેરમાં રહેતા એક પરીવારના પાંચ સભ્યો ગુમ થયા છે. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતો પરિવાર ગત 11 માર્ચથી ગુમ થયો છે. પરીવારના સભ્ય અરવિંદભાઈ નિમાવત તેમના પત્ની, એક પુત્રી અને બે પુત્રો એમ કુલ 5 લોકો ગુમ થયા છે. આ પરીવાર ગુમ થયો તેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. હાલ જામનગર સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં હાલ પોલીસે પરીવારની શોધખોળ શરુ કરી છે. 


 


ગાંધીનગરમાં SRP જવાને આત્મહત્યા કરી લેતા પોલીસ વિભાગમાં ખળભળાટ


ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી એસપી ઑફિસમાં ત્યારે અફરા તફરી મચી ગઈ જ્યારે એક SRP જવાને આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર જવાન SRP ગ્રુપ-3માં ફરજ બજાવે છે અને ગાંધીનગર એસપી કચેરી ખાતે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાને આત્મહત્યા કયા કારણોસર કરી તે હજુ સુધી સામે નથી આવ્યુ. હાલ આ કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. પોલીસ તપાસ બાદ સામે આવશે ક્યા કારણોસર પોલીસના જવાને જીવન ટૂંકાવ્યું.


આ ઘટના આંગે વિગતે વાત કરીએ તો, આત્મહત્યા કરનાર જવાનનું નામ ધનજીભાઈ પરમાર છે. તેઓને એસપી ઓફીસ ખાતે રહેવા માટેની સગવડ અપવામા આવી હતી. જો કે આજે અચાનક આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૃતકે પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. તેથી તેમના આત્મહત્યા કરવા પાછળનું રહસ્ય ઘેરું બન્યું છે. તો બીજી તરફ જવાને અચાનક આવું પગલું ભરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


આ પણ વાંચોઃ


શું યુદ્ધ થશે સમાપ્ત? ઝેલેંસ્કી પુતિન સાથે વાત કરવા તૈયાર,પરંતુ આ કારણે આપી દીધી ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી


Watch: સનરાઈઝર્સ હૈદરાબાદના આ સ્ટાર બોલરે પ્રેક્ટિસ દરમિયાન સ્ટંપ તોડી, જુઓ વીડિયો