મહેસાણાઃ વન્ય જીવો શિકારની શોધમાં વનમાંથી માનવ વિસ્તારો તરફ આવતા ચિંતા વધી છે. મહેસાણા જીલ્લાનાં લીચમાં દીપડો જોવા મળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. રાતનાં સમયે દીપડો જોવા મળતા વન વિભાગના અધિકારીઓએ તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. દીપડાને પકડવા ખેતરોમાં પાંજરૂ મુકવામાં આવ્યા હતા. દીપડાનાં ભયથી ખેડૂતો ખેતરોમાં જવાનું પણ ટાળી રહ્યા છે.
બીજી તરફ નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જિલ્લાના ઓણંચી ગામમાં શેરડીની કાપણી સમયે દીપડાના બચ્ચા જોવા મળ્યા હતા. લોકોએ તરત જ આ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. હાલમાં વન વિભાગે દીપડાના બચ્ચાનો કબ્જો લીધો છે અને યોગ્ય સારવાર આપી ફરી આ જ સ્થળ પર દીપડાના બચ્ચાને છોડી મુકાશે.
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં બે દિવસથી સિંહે ધામા નાખ્યા છે. સિંહના ધામાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. નાના ઉમવાડા ગામમાં 3 સિંહે ગાયનું મારણ કર્યું હતું. તો કોલીથડ ગામમાં વાછરડી પર હુમલો કર્યો હતો. સિંહના આંટાફેરાને લઈ ખેડૂતો ખેતરે જતાં ડરે છે. સામાન્ય રીતે ખેતરમાં એકલાં જતાં ખેડૂતો હવે બે-ચાર ભેગા મળી કોઈ એકના ખેતરે જઈને કામ પતાવે છે. તો ગામના સરપંચે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં સિંહને સંબંધિત મેસેજ કરવા અનુરોધ કરાયો છે. તો કોલીથડ ગામમાં રાત્રે ખેતરે જવા ખેડૂતો મજબૂર છે કારણ કે ખેતરમાં રાત્રે વીજળી અપાય છે. હાલ તો બંને ગામના ખેડૂતોની માંગ છે કે વનવિભાગ ઝડપથી સિંહને પાંજરે પૂરી જંગલમાં ખસેડી લોકોને ભયમાંથી મુક્તિ અપાવે.
ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ
બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત