TIRANGA YATRA: આઝાદીના 75 વર્ષ નિમિતે દેશના અલગ અલગ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા અનેક જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મહેસાણાના વિજાપુર તાલુકામાં પણ ભાજપ દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રામાં તાલુકા ભાજપના અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ સહીત મોટી સંખ્યમાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ હવે આ તિરંગા યાત્રાને લઈને વિવાદ પણ સામે આવ્યો છે.


કારણ કે, વિજાપુર કોકિલા કોટન મિલમાં યોજયેલ તિરંગા યાત્રા સભામા ફેરવાઈ હતી. તિરંગા યાત્રામાં ભાજપના ધારાસભ્ય રમણલાલ પટેલની ગેરહાજરીને કારણે રાજકારણ ગરમાયું છે. વિજાપુર ભાજપમાં બે ભાગ પડતા જોવા મળ્યા છે. તિરંગા યાત્રાના નેજા હેઠળ ભાજપના કેટલાક નેતાઓએ રમણલાલ પટેલ સામે શક્તિ પ્રદર્શન કર્યું હોવાની વાત સામે આવી છે. વિજાપુર વિકાસ સમિતિના નેજા હેઠળ વિજાપુરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ નિતિન પટેલ તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પુર્વ ધારાસભ્ય પીઆઈ પટેલને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે સ્થાનિક ધારાસભ્ય રમણ પટેલને આમંત્રણ પણ ન અપાયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  આ આયોજન વિજાપુર સેવા સમિતિના નામે થયુ હોય પરંતુ જે કોઈ હાજર રહ્યા તે ભાજપનો ખેસ અને ટોપી પહેરી નજરે પડ્યા હતા. વિધાનસભા ચૂંટણી સામે 4 મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે ત્યારે ટીકીટ લેવાની હોડમાં તિરંગા જેવી પવિત્ર યાત્રાને પણ રાજનિતિનું માધ્યમ બનાવી રહ્યાની ચર્ચા શરૂ થઈ છે.


આ પણ વાંચો...... 


રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?


CWG 2022: આઠમા દિવસે ભારત પર મેડલનો વરસાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા


Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ


Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત


Video: કેટલાક લોકોએ ટ્રેનના ડબ્બામાં આખલાને ચઢાવી દીધો, સીટ સાથે બાંધીને બોલ્યા- સાહિબગંજમાં ઉતારી દેજો