Omicron Cases: કોરોના વાયરસના નવા વેરિયન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિતોની  સંખ્યા 17 થઇ ગઇ છે. દેશના પાંચ રાજ્યોમાં કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોને દસ્તક દઇ દીધી છે. .ઓમિક્રોનના સૌથી વધારે મહારાષ્ટ્રમાં કેસ  નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના  17 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3,કર્ણાટકમાં 2 અને એક કેસ દિલ્લીમાં.....ડિટેક્ટ થયેલા છે.  તમામ કેસોમાં ઓમિક્રોનના હળવા લક્ષણો હોવાની કેંદ્ર સરકારે માહિતી આપી છે.

5 ટકાથી વધુ પોઝિટિવ રેટ ધરાવતા જિલ્લાઓને કડક પ્રતિબંધો લાગૂ કરવાની કેંદ્ર સરકારે સૂચન કર્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે. ક્લિનિકલી હાલ ઓમિક્રોન વેરિએન્ટ  હેલ્થકેર સિસ્ટમ પર બોજરુપ નથી પરંતુ સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. પેનિક કરવાની જરૂર નથી.  ગાઈડલાઈનનું પાલન કરવું અને વેક્સિનેશન આવશ્યક છે.


કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને ચિંતા વચ્ચે સરકારે દેશમાં માસ્કના ઓછા ઉપયોગ અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે લોકો જોખમી અને અસ્વીકાર્ય વર્તન કરી રહ્યા છે. જણાવી દઈએ કે દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 32 થઈ ગયા છે. તેમાંથી 10 ગુજરાતમાં, 4 તામિલનાડુમાં, 2 આસામ અને એક-એક કેસ મહારાષ્ટ્ર એમ નવા સાત કેસ નોંધાતા 17 સંખ્યાથઇ ગઇ છે.   અને તેલંગાણામાં નોંધાયા છે.


 સત્તાવાર અખબારી યાદી અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સાત નવા કેસ નોંધાયા છે, જેમાં પૂણે જિલ્લામાં સાડા ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ બાળકી કોવિડ-19ના આ નવા વેરિયન્ટથી સંક્રમિત થતાં  દેશની સૌથી નાની ઉંમરની દર્દી હોઈ શકે છે. સાત નવા કેસોમાંથી, ચાર પુણે જિલ્લાના છે અને તે બધા નાઇજીરીયાની ભારતીય મૂળની ત્રણ મહિલાઓના સંપર્કમાં આવ્યા હતા, જેમને અગાઉ ચેપની પુષ્ટિ થઈ હતી. ગુજરાતમાં પણ ઓમિક્રોનના બે નવા કેસ નોંધાયા છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના તાજેતરના વિશ્લેષણનો ઉલ્લેખ કરતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, WHOએ કહ્યું છે કે, જાહેર આરોગ્ય અને સામાજિક પગલાં (PHSM) નું પાલન ઘટી રહ્યું છે જ્યારે રસીકરણ દરમાં વધારો થયો છે. . તેમણે કહ્યું કે, આપણે પોતાને અને આપણી આસપાસના લોકોને કોવિડ-19થી બચાવવા માટે આ જાહેર આરોગ્યના પગલાંને અનુસરવાની જરૂર છે.


"ઓમિક્રોન કેસો કુલ કેસના 0.04 ટકા કરતા ઓછા છે. તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે," અગ્રવાલે જણાવ્યું હતું. સાંજે મહારાષ્ટ્રમાંથી આવેલા ઓમિક્રોનના સાત નવા કેસ ચેપના આ કુલ કેસોમાં સામેલ નથી. તેમણે કહ્યું કે તબીબી રીતે, ઓમિક્રોન અત્યાર સુધી આરોગ્ય સંભાળ પ્રણાલી પર બોજારૂપ નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.


સંસદીય સમિતિએ સૂચન કર્યું છે કે, આરોગ્ય મંત્રાલયે વિવિધ સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને, કોરોનાવાયરસના વિવિધ સ્વરૂપો સામે લડવા માટે એન્ટી-કોરોનાવાયરસ રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાત શોધવી જોઈએ.


દરમિયાન, કેન્દ્રએ કહ્યું કે NeGVAC અને NTAGI કોરોનાવાયરસ સામે બૂસ્ટર ડોઝ સામેના સમજૂતી અંગે વૈજ્ઞાનિક પુરાવા પર વિચાર કરી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે શુક્રવારે સંસદમાં એક લેખિત જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે 'Ourworlddata.org' વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, વિશ્વના 60 થી વધુ દેશો બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે.


આ પણ વાંચો


Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 


અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત


26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......