Pali Road Accident: રાજસ્થાનના પાલીમાં રોડ અકસ્માતમાં 7નાં મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 7ના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. સુમેરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામેશ્વર ભાટીએ જણાવ્યું કે, ટ્રેક્ટર-ટ્રોલી અને ટ્રેલરની ટક્કર થઈ હતી. તેમણે કહ્યું કે ટ્રેક્ટર ટ્રોલી રામદેવરાથી પાલી પરત ફરી રહેલા ભક્તોને લઈ જઈ રહી હતી.
પોલીસ અધિકારીએ શું કહ્યું
સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 7ના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ અકસ્માત નેશનલ હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતના અંબાજીથી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા રામદેવરાના દર્શન માટે જઈ રહ્યા હતા.
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરતા કહ્યું કે, , રાજસ્થાનના પાલીમાં થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ ઘટના છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે. તેમજ હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."
ઉપરાષ્ટપતિએ વ્યક્ત કર્યો શોક
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખ઼ડે ટ્વીટ દ્વારા રાજસ્થાનના પાલીના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કરતા મૃતકના પરિવારને સાંત્વના પાઠવી છે. તેમજ ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
આ પણ વાંચો
Rajkot Lokmelo: લોકમેળામાં ચાલુ રાઇડમાંથી યુવકને આ હરકત પડી ભારે, નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો
Janmashtami 2022 : વડોદરામાં મટકીફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, બે ગોવિંદા નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા
BOTAD : ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સેવા-પૂજા કરનાર પુરુષનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો
AHMEDABAD : સુભાષબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઓડી કારે 25 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત