Lok Sabha Election Live :લોકસભાની ચૂંટણી જીતવા ભાજપના પ્રચંડ પ્રચાર વચ્ચે આજે ધર્મરથનું પ્રસ્થાન

એક બાજુ ભાજપ લોકસભાની ચૂંટણીને જીતવા માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહી છે તો બીજી તરફ ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે. આજે ફરી ભાજપ ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Apr 2024 03:08 PM
બનાસકાંઠા કોંગ્રેસ  ઉમેદવાર ગેનીબેનની પોલીસ પર ગંભીર આરોપ

બનાસકાંઠા કોંગ્રેસ  ઉમેદવાર ગેનીબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.  તેમણે કહ્યું  કે, "પોલીસ કોંગ્રેસ આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરે છે, જે પોલીસનો ફોન આવે એનો નંબર મને આપજો. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે,તમે જેવા છો એવા થવામાં અમને વાર નહીં લાગે, ચમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી, ભાજપ પોલીસને પગાર નથી આપતી"

Lok Sabha Election 2024: ચૂંટણી પંચ પીએમ મોદીના નિવેદનની તપાસ કરશે

ચૂંટણી પંચે 23 એપ્રિલે કહ્યું હતું કે તે રાજસ્થાનમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણ વિરુદ્ધ ફરિયાદની તપાસ કરી રહ્યું છે. 'ધ હિંદુ'માં છપાયેલા અહેવાલ મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો કેન્દ્રમાં વિપક્ષ કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ, જમીન અને સોનું મુસ્લિમોમાં વહેંચી દેશે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાનના ભાષણ અંગે ફરિયાદ મળી છે અને તે પંચની વિચારણા હેઠળ છે.

Lok Sabha Election 2024: કાકા રામગોપાલ યાદવે કન્નૌજમાં ચિત્ર કર્યું સ્પષ્ટ

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા સીટ પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ સપાએ તેજ પ્રતાપ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, આ પછી મંગળવાર રાતથી સમાચાર વહેવા લાગ્યા કે અખિલેશ પોતે કન્નૌજથી ચૂંટણી લડશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અખિલેશ 25 એપ્રિલે તેજ પ્રતાપ યાદવની જગ્યાએ ઉમેદવારી નોંધાવશે. જો કે, અખિલેશના કાકા અને સપાના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ પ્રોફેસર રામ ગોપાલ યાદવે હવે આ તસવીર પર સ્પષ્ટતા કરી છે.

અમિત શાહે પીએમ મોદી માટે ચૂંટણી પ્રચારની સંભાળી કમાન, આજે વારાણસીમાં

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદીય ક્ષેત્ર વારાણસી આવી રહ્યા છે, જ્યાં તેઓ ચૂંટણી વ્યૂહરચના પર ચર્ચા કરશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આ પહેલીવાર છે કે અમિત શાહ કાશીની ધરતી પર આવી રહ્યા છે. આ દરમિયાન તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

ભાગલપુર અને ખગરિયામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી

ભાગલપુર સંસદીય ક્ષેત્રમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, જેના માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ભાગલપુર પહોંચી રહ્યા છે. જેપી નડ્ડા લગભગ 11 વાગે સેન્ડીસ કમ્પાઉન્ડ મેદાનમાં જાહેર સભાને સંબોધશે. તે લોકોને ભાગલપુરમાં એનડીએના ઉમેદવાર અજય મંડલના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરશે.

Lok sabha Election Live :બિહારની પાંચ લોકસભા બેઠકો પર પ્રચાર બંધ થશે; જેપી નડ્ડા આજે બે સ્થળોએ જાહેર સભાઓને સંબોધશે

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં બિહારની પાંચ લોકસભા સીટો પર 26 એપ્રિલે મતદાન થશે. આ પાંચ બેઠકો - ભાગલપુર, બાંકા, પૂર્ણિયા, કટિહાર અને કિશનગંજમાં બુધવારે સાંજે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની બિહારમાં બે જાહેરસભાઓ છે.

Lok sabha Election Live: રાજકોટમાંથી પ્રસ્થાન થયેલ ધર્મરથ આજે 27 ગામોમાં ફરશે

રાજકોટમાંથી પ્રસ્થાન થયેલ ધર્મરથ આજે 27 ગામોમાં ફરશે. કચ્છ, જામનગરમાંથી પણ  ધર્મરથનું  પ્રસ્થાન થઇ રહ્યું છે. ક્ષત્રિય નારીની અસ્મિતા લડાઈ અને ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન માતાના મઠથી કરવામાં આવ્યું છે. રાજકોટની સાતેય વિધાનસભા બેઠકોમાં આ ધર્મરથ જશે.

Lok Sabha Election Live :ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ભાજપના પ્રયાસો તેજ,હર્ષ સંઘવી અને રત્નાકરજી સતત ચાર દિવસથી કરી રહ્યા છે પ્રયાસ

એક તરફ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની મતદાનની તારીખ નજીક આવી રહી છે..તો બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને કારણે સતત આક્રોશ વધી રહ્યો છે..રાજપૂત સંકલન સમિતિના આહવાન પર
આજથી ધર્મરથનું પ્રસ્થાન પણ થઈ ચુક્યું છે..હરહંમેશ ભાજપની સાથે રહેલો આ સમાજ પક્ષથી દૂર ન થાય તે માટે ભાજપ હર સંભવ પ્રયાસ કરી રહ્યું છે...ક્ષત્રિયોની નારાજગી ખાળવાના પ્રયાસનું સુકાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંભાળ્યું છે..છેલ્લા ચાર દિવસથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સંઘવી અને રત્નાકરજી સતત પ્રવાસ કરી રહ્યા છે...પક્ષના ક્ષત્રિય નેતાઓ તેમજ સ્થાનિક સંગઠનના નેતાઓ 
અને જનપ્રતિનિધિઓને સાથે રાખી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરાઈ રહી છે...આજ કવાયતના ભાગરૂપ સંઘવી આજે સાબરકાંઠાના હિંમતનગરમાં પહોંચી રહ્યા છે..જ્યા રજનીભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો પણ
પહેલેથી પહોંચી ચુક્યા છે....

Lok Sabha Election Live :પિત્રોડાના નિવેદન પર ભાજપનો પલટવાર

ભાજપના નેતાએ માલવિયાએ  પિત્રોડાના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે,કોંગ્રેસ ભારતને બરબાદ કરવાની વાતો કરે છે. કોંગ્રેસે દેશને બરબાદ કરવાનું નક્કી જ કરી લીધું છે. કોંગ્રેસ નેતા પિત્રોડાના નિવેદનથી વિવાદનું બવંડર સર્જાયું છે. તેમની વિરાસત ટેક્સ લાગૂ કરવાની વકીલાતથી મોટો વિવાદ સર્જાયો છે. અમેરિકાની જેમ જ ભારતમાં વિરાસત ટેક્સ લગાવવા કરી વાત તેમણે કરતા વિરોધ અને વિવાદની સ્થિતિ સર્જાઇ છે. તેમણે કહ્યું કે,USમાં વ્યક્તિના મૃત્યુ બાદ 55 ટકા સંપત્તિ સરકાર લઈ લે છે ભારતે પણ આ બધા મુદ્દા પર વિચાર કરવો જોઇએ.

Lok Sabha Election Live:કોંગ્રેસ સાથે ગદ્દારીના આરોપ બાદ નિલેશ કુંભાણી અંડરગ્રાઉંડ

કોંગ્રેસ સાથે ગદ્દારીના આરોપ બાદ નિલેશ કુંભાણી ગાયબ છે. રવિવારે કલેક્ટર કચેરીએ દેખાયા બાદ કુંભાણી હજુ સામે આવ્યા નથી. ટેકેદારોની ખોટી સહી બાબતે કુંભાણી સામે ફરિયાદ થવાની શક્યતા છે. કુંભાણી વિરુદ્ધ રિટર્નિંગ ઓફિસરે કેમ ગુનો દાખલ ન કર્યો તેને લઈ તર્ક-વિતર્ક સર્જાયા છે. રિટર્નિંગ ઓફિસર પાસે રાજ્ય ચૂંટણી કમિશ્નરે રિપોર્ટ મંગાવ્યો છે. ઉમેદવારી કરતા સમયે ખોટી સહી કરવી તે ગુનો  ગણાય છે. સુરતના ચૂંટણી અધિકારીએ કેમ ગુનો દાખલ ન કર્યો તેને લઈ સવાલ ઉભો થયો છે. આ બધાની વચ્ચે નિલેશ કુંભાણી રાજ્ય છોડી ગોવામાં અંડરગ્રાઉંડ થયાની પણ ચર્ચા છે.

Lok Sabha Election Live: ચૂંટણીની વચ્ચે કોંગ્રેસ નેતા પિત્રોડાના નિવેદન પર વિવાદ

ચૂંટણીની વચ્ચે કોંગ્રેસ નેતા પિત્રોડાના નિવેદન પર વિવાદ સર્જોયો છે. વિરાસતની સંપત્તિ પર આપેલા નિવેદનથી ખડભળાટ  મચી ગયો છે.  પિત્રોડાએ વિરાસત ટેક્સની વકીલાત કરતા વિવાદ સર્જાયો છે. સામ પિત્રોડાએ કહ્યું કે, અમેરિકામાં અડધી સંપત્તિ સરકાર લઈ લે છે.ભારતમાં પણ આવા કાયદા પર વિચાર કરલો જોઇએ

Lok Sabha Election Live: લલિતભાઈ વસોયાએ સુરત રહેતા મતદારોને કરી અપીલ

પોરબંદર લોક સભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિતભાઈ વસોયાએ સુરત રહેતા મતદારોને અપીલ કરી છે કે, કોરોના કાળ વખતે સુરતથી વતનમા પાછા ફરવા માટે મેં અને મારી ટીમે મદદ કરીને પોતાના વતન લેવાયા હતા તો ત્યારે આજરોજ પોરબંદર લોકસભાની ચુંટણી જીતવા માટે  લલિતભાઈ વસોયાને તમારી જરૂર છે. તો મતદાન કરવા માટે જરૂર આવશો. લલિતભાઈ વસોયાએ સોસીયલ મીડિયા મા પોસ્ટ મુકીને સુરત વસતા મતદારોને આવી અપીલ કરી છે.

Lok Sabha Election Live: જૂનાગઢના માળિયા હાટિનામાં ભાજપના ગઢમાં ગાબડુ

જૂનાગઢના માળિયા હાટિનામાં ભાજપના ગઢમાં ગાબડુ પડ્યું છે. ભાજપના નેતાઓના વાણીવિલાસથી ભાજપમાં ભંગાણ કર્યું છે. ક્ષત્રિય સમાજના લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.જિલ્લા ભાજપ પ્રમુખના વાણીવિલાસથી કાર્યકરોમાં આક્રોશ ભભૂક્યો છે.

Lok Sabha Election Live:ક્ષત્રિયોની નારાજગી દૂર કરવા બેઠકોનો દોર યથાવત

એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે,. તો બીજી તરફ ક્ષત્રિય સમાજનું ભાજપના નેતા રૂપાલા સામે વિરોધ પ્રદર્શન યથાવત છે. હર્ષ સંઘવી, રત્નાકરની આજે ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે બેઠક મળશે.આજે સાબરકાંઠા અને બાદમાં વડોદરામાં  બેઠક યોજાશે. કાલે બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે બેઠક  યોજી હતી. અગાઉ કચ્છ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં બેઠક યોજાઇ હતી.

Lok Sabha Election Live: ગુજરાતમાં ભાજપ 27મીથી શરૂ કરશે ઝંઝાવતી પ્રચાર

ગુજરાતમાં ભાજપ 27મીથી ઝંઝાવતી પ્રચાર શરૂ કરશે. PM મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમાં  છ સભાને ગજવશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં PM  સભા ગજવશે,અમિત શાહ 27થી 29 એપ્રિલ સુધી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે.અમિત શાહ તમામ ઝોનમાં  પ્રચંડ પ્રચાર કરશે. અમિત શાહ 27 એપ્રિલે બારડોલીથી પ્રચાર શરૂ કરશે. સૌરાષ્ટ્ર-ઉત્તર, મધ્ય ગુજરાતમાં પણ શાહ સભાઓ ગજવશે.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફરીથી તમામ બેઠકો પર પ્રવાસ કરશે.

Lok Sabha Election Live :27 એપ્રિલથી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર

27 એપ્રિલથી  કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી સભાઓ ગજવશે, રાહુલ ગાંધી ગુજરાતમાં ચાર જેટલી સભાઓ ગજવશે,રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર, મધ્ય અથવા દક્ષિણ ગુજરાતમાં  સભા કરશે. પ્રિયંકા ગાંધી પણ બે કે ચાર સભા ગજવે તેવું આયોજન છે.પ્રિયંકા ગાંધી વલસાડ, દમણ, બનાસકાંઠામાં સભા કરી શકે છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે પણ ગુજરાતમાં પ્રચાર કરશે. અશોક ગેહલોત, સચિન પાયલટ, ભૂપેશ બઘેલ પણ  પ્રચાર કરશે. જયરામ રમેશ, ઈમરાન પ્રતાપગઢી, પવન ખેડા પણ  ગુજરાત આવશે. મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં ચાર દિવસ  પ્રચંડ પ્રચાર કરશે. કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ  મહાનગરોમાં મીડિયાને સંબોધશે

Lok Sabha Election Live : થોડીવારમાં રાજકોટથી ક્ષત્રિયોના ધર્મરથનું પ્રસ્થાન

લોકસભાની ચૂંટણીમાંથી રૂપાલાને દૂર કરવા અને તેમની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની  માંગણી યથાવત છે. આજે ક્ષત્રિય સમાજ વિરોધ નારી અસ્મિતાની લડાઇ માટે ઘર્મરથને પ્રસ્થાન કરાવી રહી છે.  થોડીવારમાં રાજકોટથી ક્ષત્રિયોના ધર્મરથનું પ્રસ્થાન થશે, રાજકોટના આશાપુરા મંદિરથી ક્ષત્રિયોના ધર્મરથનું  પ્રસ્થાન થશે. આ ધર્મરથ સૌરાષ્ટ્રના ગામે ગામ ફરશે, કચ્છ, જામનગર, દ્વારકામાં ક્ષત્રિયોનો  ધર્મરથ ફરશે. કચ્છ માતાના મઢથી આજે ધર્મરથનું પ્રસ્થાન થશે. કાલે અંબાજી મંદિરમાં ધજા ચડાવી ધર્મરથને પ્રસ્થાન કરાવાશે. ક્ષત્રિય નારીની અસ્મિતા લડાઈ અને ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નામે આ મિશન આગળ વધી રહ્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.



બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                     
 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.