રાજકોટઃ રાજકોટના ઉદ્યોગપતિએ પુત્રના લગ્ન માટે ચાર કિલો સુધીના વજનની કંકોત્રી બનાવી જેની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રોજ યોજાશે. લગ્ન રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસ ખાતે યોજાશે. એક કંકોત્રી પાછળ અંદાજીત સાત હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ રજવાડી લગ્નની ખાસ કંકોત્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રીમાં રાખવામાં આવેલા છ કાર્ડમાં ત્રણ દિવસના લગ્નના ફંક્શનની ઝાંખી રાખવામાં આવી છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે. આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં કોને મળશે કેટલી સીટ ? શું કહે છે C-Voter સર્વે
ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષો આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. લગભગ તમામ પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે 400 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. ઉપરાંત સત્તામાં રહેલી ભાજપ ગત વખત કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. દરમિયાન એબીપી સી-વોટરે યુપીના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. એબીપી ન્યૂઝ સી વોટરે આ વખતે જનતા કોની સરકાર બનાવવાના મૂડમાં છે તે જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો.