Rajkot Earthquake: આજે સવારેના સમયે રાજકોટા ગ્રામ્ય વિસ્તારોમાં ધરા ધ્રૂજી ઉઠી હોવાના સમાચાર સામે આવ્યા છે, રાજકોટના ગ્રામ્ય વિસ્તારની સવારે 10.40 ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા, આ દરમિયાન અહીં 3.4ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતુ. જોકે રાજકોટમાં ભૂકંપનો આંચકો નથી અનુભવાયો.
માહિતી પ્રમાણે સવારના સમયે રાજકોટની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ગોંડલ, વીરપુરમાં લોકોમાં ડર પેદા થયો હતો. જોકે કોઇ જાનહાનિનો સમાચાર નથી. સવારે 10 વાગ્યા બાદ લોકો કામ-ધંધે લાગ્યા હતા ત્યારે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતોને આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
કેમ આવે છે ભૂકંપ ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે એને જોન ફોલ્ટલાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાને કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને એ હલચલ પછી ભૂકંપ આવે છે.
આ પણ વાંચો......
મોંઘવારીમાંથી મોટી રાહત! LPG સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તું થયું, જાણો નવા રેટ
Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?
Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?