રાજકોટ: હવામાન વિભાગની વચ્ચે રાજકોટ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી  માહોલ જામ્યો છે.  થોડા વરસાદમાં પણ રાજકોટના રાજમાર્ગો પર પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે.  શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  


રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડતા ખેતીના પાકમાં નુકસાન થશે. સતત વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું મોજુ છે.  રાજકોટના કાલાવડ રોડ,  ગોંડલ રોડ, ઢેબર રોડ,યાજ્ઞિક રોડ અને સામા કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ છે.  રેસકોર્સ રીંગરોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે.  


હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી


રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની શક્યતા ઓછી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  ગુજરાતમાં 24 કલાક  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  24 કલાક યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


અરબી સમુદ્ર પૂર્વ મઘ્ય - પશ્ચિમ મધ્ માં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  અમદાવાદમાં આજે 33 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.   


ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી સાયકલોનિક સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  આ સિસ્ટમની ખાસ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 


ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 અને 17 ઓક્ટોબરે  લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસશે. લો પ્રેશરને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.


અંબાલાલ પટેલના મત મુજબ શરદ પૂનમના દિવસે વાવાઝોડાની પણ શક્યતા છે. 17થી 22 ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ વાતાવરણમાં પલટો  આવી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ  7 નવેમ્બરે એક બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે  બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરેમાં બંગાળની ખાડીમાં પ્રચંડ વાવાઝોડુ  સર્જાશે. 29 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી પડવાનું શરૂ થશે. 


Rain Update: રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં ધોધમાર વરસ્યો