રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં હિરાસર નજીક 2500 એકરમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. જેની કામગીરીનો આરંભ થઈ ગયો છે. આ દરમિયાન આજે હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમનો પાળો તૂટ્યો હતો. જેથી સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા .
ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ ઝાપડિયા એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરતાં હતા તે સમયે મામલો બીચક્યો હતો. જેથી એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ બોલાવી હતી. જે બાદ રાજકોટ જીલ્લાના બામણબોર પોલીસે તેમની અટકાયત કરી હતી.
રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે 5,375 કીલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે. આ એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રહેશે. એટલું જ નહીં એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે.આ એરપોર્ટ 1033 હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે, તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં લેવાશે જ્યારે 250 એકરનો ગ્રીન ઝોન હશે. 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થશે. આ એરપોર્ટના નિર્માણ પાછળ થનારો રૂ. 2500 કરોડનો ખર્ચ તબક્કાવાર એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે.
Cyclone Yaas: ઓડિશામાં થયેલી તબાહીની આ તસવીર છે સાક્ષી
અમદાવાદ મનપાએ વેકસીનેશન સંદર્ભે રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરી તેની માહિતી મારી પાસે નથીઃ નીતિન પટેલ
નવા આઈટી નિયમનો વિરોધ થતાં મોદી સરકારે કરી શું કરી સ્પષ્ટતા, જાણો મોટા સમાચાર
કોરોનાની રસી લેવાથી મોત થશે એવો કરાઈ રહ્યો છે ખોટો દાવો, જાણો શું છે હકીકત