Rajkot Crime News: રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટના સ્વાતીપાર્કમાં યુવાને તેના રૂમ પાર્ટનરની હત્યા કરી છે. રાત્રીના 11 વાગ્યે બન્ને યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. પથ્થરના ઘા મારી યુવાને યુવાનની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિલ પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.
શું છે મામલો
સેન્ટીગ કામ કરતા સુરેશ નામના યુવકની તેના જ રૂમ પાર્ટનર મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી.ઓરિસાથી મજૂરી કામ માટે બંને યુવાનો રાજકોટ આવ્યા હતા. બંને યુવાનો ઓરિસ્સા બુડીપાદર ગામના વતની છે.બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ એક યુવાન દ્વારા બીજા યુવાનની હત્યા કરવામાં આવી હતી. બંને વચ્ચે દારૂ પીધા બાદ બોલાચાલી થઈ હતી અને બાદમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર અજાણ્યા સાથે મિત્રતા કરતાં પહેલાં ચેતી જાવ, વાંચો આ કિસ્સો
સુરતમાં દુષ્કર્મના બનાવોમા દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા પર યુવકે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દુષ્કર્મ બાદ અપશબ્દ કહી તેણીના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપી અને તેને મદદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી જાબીર શેખ ઉ.વ.28 રહે-નવાબ ટી સ્ટોર પાસે હોડી બંગલા વેડ દરવાજા પાસે સુરત તથા તેનો મિત્ર મલેક કે જેના પુરા નામ સરનામાની ખબર ન હોય તેઓ એક બીજાની મદદગારી તથા મેળાપીપણામાં આજથી નવેક મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો. બાદમાં વાતચીત કરીને સારી મિત્રતા કેળવી ભરોસો આપ્યો હતો અને મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદા નાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી મલેકને બહાર નજર રાખવાનું જનાવી મહિલાની ઈચ્છા વિરૂદ્ધ આરોપી જાબીર શેખએ રીક્ષામાં બળજબરી દુષ્કર્મ ગુજાર્યુ હતું.
મહિલા સાથે તેની સંમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબધ બાંધી બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો.જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી જાબીરે અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને નાલાયક ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર ગુનો નોધી ને બને ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
Bhavnagar: AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો
India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ