Baba Dhirendra Shastri Divya Darbar: હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું

Baba Dhirendra Shastri Divya Darbar Live Updates: સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 May 2023 12:39 PM
બાબા ધીરન્દ્ર શાસ્ત્રીના અમદાવાદના કાર્યક્રમને લઇને અસમંજસની સ્થિતિ

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના આયોજનને લઇને હજું પણ અસમંજસની સ્થિતિ છે. કાર્યક્રમના આયોજનને લઈને આયોજકો પણ મુઝવણમાં છે. આયોજકોએ કાર્યક્રમ સંદર્ભે યોજેલી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી છે. ઉપરાંત હજુ  સુધી પોલીસે પણ કાર્યક્રમની મંજૂરી નથી આપી. ઉલ્લેખનિય છે કે, ચાણક્યપુરી સેક્ટર 6 ના ગ્રાઉન્ડમાં નિર્ધારિત કરેલ  સ્થળ પર મર્યાદિત સંખ્યામાં જ લોકો આવી શકે એવી સ્થિતિ છે તેથી સ્થળને લઇને પણ સ્થિતિ સ્પષ્ટ થઇ નથી પોલીસ આયોજકોને ખાનગી નાના પાયે કાર્યક્રમ યોજવાની સલાહ આપી રહ્યાં છે તો બીજી તરફ આયોજક જાહેર કાર્યક્રમ યોજવાની તૈયારી કરી ચૂક્યા છે અને આયોજકો ચાણક્યુપુરીના નિર્ધારિત સ્થળે જ કાર્યક્રમ યોજવા માટે નિશ્ચિત છે.

બાબાના આગમને લઇને ભક્તોમાં દર્શન માટે અનેકો ઉત્સાહ, દર્શન માટે ખાટુ શ્યાન જવા રવાના

બાબા બાગેશ્વર ખાટું શ્યામ મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યાં છે. બાબના આગમનને લઇને  મંદિર પરિસરમાં ભક્તો નો જમાવડો જોવા મળી રહ્યો છે. બાબાની એક ઝલક જોવા માટે પડાપડી કરી રહ્યાં હોય તેવો માહોલ સર્જાયો છે વ્યવસ્થા જાળવવા માટે મંદિરના રસ્તા પર બેરેકેટ લગાવવામાં આવ્યાં છે.

હિન્દુ રાષ્ટને લઈને બાબાએ આપ્યું નિવેદન

સુરતમાં બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.

બાબાના વિચારોથી પ્રભાવિત થઈ દિવ્યાંગે બનાવ્યું પેઈન્ટિંગ

સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અનેક લોકો ઉમટ્યા છે. દિવ્યાંગ મનોજ ભીંગારે બાબાના વિચારોથી પ્રભાવિત થઈ પેઈન્ટિંગ બનાવ્યું છે.

ધર્માંતરણ મુદ્દે શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ ?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું મારું એક લક્ષ્ય સનાતન ધર્મ છે. સૌને કર્મથી હિન્દુ બનાવવા માંગુ છું. આદિવાસીઓની વચ્ચે કથા કરી ઘરવાપસી કરાવવા તેમણે હુંકાર કર્યો હતો.

તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

સુરતમાં બાબા બાગેશ્વરે દિવ્ય દરબાર પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું, ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર- પ્રસાર કરવાનો છે, ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો. હું કોઈ રાજકિય પાર્ટીમાં નથી, હુ બજરંગબલી પાર્ટીથી છું, તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.

વધી રહી છે ભક્તોની ભીડ

બાબા બાગેશ્વરના દરબારમાં સામેલ થવા ધીમે ધીમે ભક્તોની ભીડ જામી રહી છે. લાઈટિંગ સાથે બાબાનો દરબાર જામશે. માત્ર ગુજરાત નહીં અન્ય રાજ્યોમાંથી પણ બાબાના ભક્તો દરબારમાં સામેલ થવા આવ્યા છે.

વડોદરામાં કાર્યક્રમની તડામાર તૈયારી

3 જૂન શનિવારના રોજ વડોદરાના નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આજે નવલખી મેદાન ખાતે કાર્યક્રમ સ્થળે ભૂમિ પૂજન કરાયું.. ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ, કાર્યક્રમના આયોજક કમલેશ પરમાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અંદાજીત એક થી દોઢ લાખ લોકો દિવ્ય દરબારમાં હાજરી આપશે.

ગોપિન ફાર્મમાં સમર્થકોનો જમાવડો 

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને સુરતના ગોપિન ફાર્મમાં ઉતારો આપવામાં આવ્યા છે. અહીં સમર્થકોનો જમાવડો લાગ્યો છે. તેમને કેનવાસ પેન્ટિંગ આપવા સમર્થકો પહોંચ્યા છે. ફાર્મ બહાર ભક્તો તેમની રાહ જોઈ રહ્યા છે. બાબાની એક ઝલક પામવા ભક્તો આતુર છે.

રાજકોટમાં નીકળશે ભવ્ય શોભાયાત્રા

બાબા બાગેશ્વરના દરબારને લઈ રાજકોટના રેસકોર્સમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 1 અને 2 જૂન ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમવારના રોજ રાજકોટ શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. રાજકોટ શહેરના રાજમાર્ગો પર નાના-મોટા 500થી વધારે બેનરો લાગ્યા છે.

બાબાના સંગતમાં છીએ એટલે ગરમી લાગતી નથી: શ્રદ્ધાળુઓ

સુરતમાં બાગેશ્વર દરબાર જ્યાં યોજાવાનો છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આકાશમાંથી ગરમી વરસી રહી છે છતાં લોકો ગ્રાઉન્ડ પર અડગ છે. શ્રદ્ધાળુઓ બાબાના સંગતમાં છીએ એટલે ગરમી લાગતી નથી તેવું કહી રહ્યા છે.

3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના

લીંબાયતના નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. વહેલી સવારથી જ ભક્તો દિવ્ય દરબારમાં આવવા માંડ્યા છે. સુરત સહિત અન્ય રાજ્યમાંથી પણ ભક્તો બાબાના દર્શન માટે પહોંચ્યા છે. રાજસ્થાન,મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર,યુપી બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં આવ્યા છે. 3 લાખથી વધુ ભક્તો દિવ્ય દરબારમાં તેવી સંભાવના છે. સાંજે 5 થી 10 વાગ્યા સુધી દિવ્ય દરબાર  યોજાશે.

સુરતમાં કાર્યક્રમ સ્થળે ગદા બની આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં આજે બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. જેમાં હનુમાનની મહાકાય ગદા આકર્ષણનું કેન્દ્ર બની છે.
લોકો હનુમાન ગદા જોઈ અભિભૂત થઈ રહ્યા છે. હનુમાન જ્યોત યાત્રા અંતર્ગત મહાકાય ગદા બનાવવામાં આવી છે. અનેક રાજ્યમાંથી લોકો કાર્યક્રમ સ્થળે પહોંચી રહ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે અમદાવાદમાં ખાસ આયોજન

અમદાવાદમાં આગામી 29 અને 30 એ બે દિવસ દિવ્ય દરબાર યોજોવાનો છે. જેને લઈને  તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના ચાણકયપુરીમાં દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. આયોજકોએ આ દિવ્ય દરબારમાં એન્ટ્રી માટે પાસ રાખવાનું આયોજન કર્યું છે. અમદાવાદનો દિવ્ય દરબાર નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે આયોજક ને બાબાએ ગદા આપી છે. સમિતિના લોકો પોલીસ વચ્ચે બેઠક થયા બાદ કેટલા પાસ આપવાના તે નક્કી કરવામાં આવશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બનાવવામાં આવ્યો જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. 130×130 ફૂટ પહોળાઈ ધરાવતો સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આઠ ફૂટ ઊંચાઈ ધરાવતો સ્ટેજ તૈયાર છે. અહીં સાધુ સંતોની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી બિરાજશે. દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તે રીતે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.

ચાર મહાનગરમાં યોજાશે બાબાનો દરબાર

આજથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બે દિવસ દરમિયાન બાબાના કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે. તો 28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે

બ્રેકગ્રાઉન્ડ

Baba Dhirendra Shastri Divya Darbar Updates: આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ  આયોજન કરવામા આવી રહ્યું છે.


લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા બે દિવસીય દરબારમાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ લોકો દરબારમાં હાજર રહેવા પહોંચી રહ્યા છે. ગુજરાતના જ લોકો નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં હાજરી આવવા આવી રહ્યા છે. દિવ્ય દરબાર સાંજે 5થી 10 વાગ્યા સુધી યોજાશે. જો કે દિવ્ય દરબારના પ્રારંભ પહેલા વિશાળ રોડ- શો યોજાશે. બાબાને ગુજરાત પ્રવાસ માટે Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ત્યારે બાબા જ્યાં દરબાર ભરવાના છે તે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. બાબાના દરબારની સુરક્ષા માટે એક JCP, બે DCP, ચાર ACP કક્ષાના અધિકારી તૈનાત રહેશે. તો 400થી વધુ પોલીસ કર્મચારી, 700 હોમગાર્ડના જવાન પણ ખડેપગે રહેશે.


સુરતના આ આલીશાન ફાર્મ હાઉસમાં રોકાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી


સુરતમાં બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે.સુરક્ષાની દ્રષ્ટિએ ગોપીન ફાર્મ ખુબજ મજબૂત સ્થળ છે. સુરતના જાણીતા બિલ્ડર લવજી બાદશાહનું ફાર્મ હાઉસ છે ગોપીન ફાર્મ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.