સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપી ફેનિલના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.


કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ઉપયોગમાં લેવાયેલા છરો ક્યાંથી લાવ્યો તેની તપાસ કરવી જરૂરી છે. તે સિવાય આરોપી ફેનિલ સાથે અન્ય આરોપીની સંડોવણી છે કે નહી તેની પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે. આરોપી ફેનિલે પ્રિ પ્લાન હત્યા કરી છે. મૃતક ગ્રીષ્માના કાકા અને ભાઇ પર પણ હુમલો કરાયો હતો. ગ્રીષ્માનું મોત થાય ત્યા સુધી આરોપી હથિયાર સાથે ઉભો થયો હતો.


સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે તપાસ માટે આરોપીની કસ્ટડીની જરૂર છે. હત્યા બાદ આરોપી ફેનિલે તેના મિત્રને ફોન કરી જાણકારી આપી હતી. આરોપી બે છરા લઇને આવ્યો હતો તેની તપાસ પણ બાકી છે. આરોપીના વોઇસ સ્ટેપોગ્રાફી કરવાની પણ જરૂર છે.


બીજી તરફ ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત કોગ્રેસ આક્રમક બની હતી. કોગ્રેસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે કોગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત સમયે પોલીસ અને કોગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.


 


IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક


 


Realme 9 Pro series launch: રીયલમીએ લોન્ચ કર્યા 2 સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે છે આ ફીચર્સ, જાણો કિંમત


UGC-NET Result: યૂજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021ના પરિણામ ક્યારે થશે જાહેર ? જાણો કેવી રીતે કરશો ચેક


Bappi Lahiri: ગોલ્ડના શોખીન બપ્પી લાહિરી પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો કેટલું છે સોનાનું કલેક્શન