Surat Crime: સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી પર 16 વર્ષના કિશોરે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. રમકડા આપવાના બહાને કિશોરે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. હાલમાં આ સમગ્ર ઘટનામાં ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે.


નવરાત્રીમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી હતી, હવે આ કડીમાં વધુ એક ઘટના સુરતની ઉમેરાઇ છે. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે. આરોપીએ કિશોરે 'બહન ખિલૌના લાઇ હૈં, તુજે બુલાયા હૈં' કહીને બાળકીને રૂમમાં લઇ ગયો હતો. આ પછી દુષ્કર્મ આચર્યુ હતુ. આ પછી રમકડાંની લાલચ આપીને કિશોરે બાળકી સાથે અનેકવાર દુષ્કર્મ આચરવાની ઘટનાને અંજામ આપ્યો હતો. 


મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ


ઉત્તર પ્રદેશના  આગ્રામાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે જણાવ્યું કે એક શિક્ષિકાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ચાર વિદ્યાર્થીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મથુરાની એક શાળામાં કાર્યરત મહિલા શિક્ષિકા આગ્રાના 10મા ધોરણના એક વિદ્યાર્થીને વધારાના પાઠ શીખવી રહી હતી, જે પોતાના અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યો હતો. અમર ઉજાલાના અહેવાલ અનુસાર, ધીરે ધીરે વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા અને છુપી રીતે પોતાના ફોન પર તેનો એક અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછી તે વીડિયોનો ઉપયોગ કરીને જબરદસ્તીથી જાતીય સંબંધો બનાવવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યો. જ્યારે શિક્ષિકાએ પોતાને તેનાથી દૂર કરી લીધી અને તેનો નંબર બ્લોક કરી દીધો, ત્યારે વિદ્યાર્થીએ પોતાના ગામમાં પોતાના ત્રણ મિત્રોને અશ્લીલ વીડિયો મોકલીને મામલાને વધુ વણસાવ્યો. આ મિત્રોએ વીડિયોને આગળ શેર કર્યો, તેને વોટ્સએપ પર ફેલાવ્યો. એટલું જ નહીં વાયરલ કરવા માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દીધું. શરમિંદા થઈને શિક્ષિકાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ અંતે મિશન શક્તિ અભિયાન કેન્દ્રથી મદદ માંગી. સમર્થન મળ્યા પછી, તેણે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો.


આ પણ વાંચો


Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી