સુરતઃ સુરતના મહુવા પાસે અંબિકા નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા. એક જ પરિવારની ચાર મહિલા સહિત પાંચ જણા ડૂબ્યા હતા. જેમાં બે જણાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાસુ-વહુનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.


મળતી જાણકારી અનુસાર મહુવા તાલુકાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ આગળ આવેલી અંબિકા નદીમાં સુરતના એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા હતા. ઘટના બાદ સ્થાનિકોએ બે મહિલાની લાશ બહાર કાઢી હતી જ્યારે પાણીમાં ગુમ થયેલા ત્રણની શોધખોળ ચાલી રહી છે.સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર ,તેમના પત્ની, માતા અને નાનાભાઈ સહિત પરિવારના 6 સભ્યો મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં નહાવા પડ્યા હતા. દરમિયાન પાંચેય ડૂબી ગયા હતા.


એક જ દિવસમાં આઠ લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 3  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,191 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


રાજ્યમાં આજે કોરોનાની આઠ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં 1.34 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 90.20 ટકા લાયક વ્યક્તિઓએ કોરોનાની રસીના પ્રથમ ડોઝથી આરક્ષિત કરાયા છે. રાજ્યમાં કુલ 4.62 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,191 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 કોરોનાના કેસ નોંધાયા હતા.


Corona Vaccination: કોરોના રસીકરણમાં ગુજરાતે રચ્ચો ઈતિહાસ, એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઈ રસી


Amreli: આમ આદમી પાર્ટીએ ભાજપમાં પાડ્યું ગાબડું, શરદ લાખાણી મહેશ સવાણીની હાજરીમાં આપમાં થયા સામેલ


અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વલસાડના ઉમરગામમાં ધોધમાર 10 ઇંચ વરસાદ