ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1305 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3048 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,948 એક્ટિવ કેસ છે, જ્યારે 80,054 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,854 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 99,050 પર પહોંચી છે.
હાલ રાજ્યમાં સૌથી વધારે કેસ ડાયમંડ નગરી સુરતમાં નોંધાઈ રહ્યા છે. સુરત કોર્પોરેશનમાં આજે કોરોનાના 176 અને સુરતમાં 89 કેસ નોંધાયા હતા. કુલ મળીને સુરતમાં 265 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાંથી 256 અને સુરતમાંથી 76 મળી 332 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
સુરતમાં 4 અને સુરત કોર્પોરેશનમાં 2 મળી આજે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં આજે થયેલા કુલ 12 લોકોના મોત થયા હતા. આમ ગુજરાતમાં આજે કોરોનાથી થયેલા કુલ મૃત્યુના 50 ટકા સુરતમાં નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 1141 દર્દી સાજા થયા હતા અને 74,523 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 24,84,429 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.82 ટકા છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ નવા કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા એક લાખ નજીક
સરકારે PUBG સહિત 118 મોબાઇલ એપ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગત
કોરોના અપડેટઃ ગુજરાતમાં આજે થયેલા કુલ મોતના 50 ટકા સુરતમાં નોંધાયા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2020 07:40 PM (IST)
Surat Corona Cases 2 September 2020: સુરત કોર્પોરેશનમાં આજે કોરોનાના 176 અને સુરતમાં 89 કેસ નોંધાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -