સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ફરીથી કોરોનાને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કોરોના પોઝિટિવ થઈ સાજા થયેલા દર્દીઓમાં મુશ્કેલીઓ વધી રહી હોવાની માહિતી ખુદ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ આપી છે. તેમણે કહ્યું, કોરોનામાં સાજા થયેલા દર્દીઓને પણ પરેશાની થઈ રહી છે. સાજા થયેલા વ્યક્તિઓને પણ ફરીથી મુશ્કેલી વધતા હોસ્પિટલમાં જવું પડે છે. સાજા થયેલા દર્દીઓને ફરી રી ઇન્ફેક્શન થાય છે.


કોરોનાનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે આ માટે મનપાએ તૈયારી શરૂ કરી છે. આ બાબતને લઈ મનપા કોવિડ ફોલૉઅપ સેન્ટર બનાવશે. કોરોનામાંથી સાજા થયા બાદ ફરી ઇન્ફેક્શન થવાનું જોખમ વધ્યું છે. કેટલાક સમય બાદ ફરી હૃદય અને ફેફસા અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. સુરતમાં કોરોનામાં રીકવરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે પરપ્રાંતથી અંદાજે 1.34લાખ કારીગરો પરત આવ્યા બાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સંક્રમણ વધી રહ્યું છે..

સુરતમાં રીકવરી રેટ 90 ટકા થયો છે અને મૃત્યુ દર 2.5 ટકા સુધી ઘટયો છે. પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. તેમજ સાજા થયેલા દર્દીઓને પણ ફરી ઇન્ફેશન થવાનું જોખમ વધે છે સાજા થયાં હતા તેવા લોકોને અનેક શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સાજા થયેલા દર્દીઓ કેટલાક મહિના બાદ હૃદય, ફેંફસા અને શ્વાચ્છોશ્વાસની મુશ્કેલી અનુભવી રહ્યાં છે. કોરોનાને મ્હાત આપીને સાજા થયાં બાદ જે તકલીફ થઈ રહી છે તે શા કારણે થાય છે તેની માહિતી તંત્ર દ્વારા મેળવાશે. સુરત બહારથી સિટીમાં આવી રહેલા લોકોમાં પોઝિટિવ કેસો વધુ જોવા મળી રહ્યા છે. ચેકપોસ્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ચેકિંગમાં કુલ 19,394 ટેસ્ટમાં 380 કોરોના પોઝિટિવ આવ્યા છે.

હાલ શનિ-રવિવારના રોજ બહાર નિકળીને લોકો એક બીજાને મળી રહ્યાં છે. આવા લોકોએ વેક્સીન ન આવે ત્યાં સુધી સંયમ રાખી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે તેમ કમીશ્નરે જણાવ્યું હતું.

ગુજરાતની હાલારી ગધેડીનું દૂધ 7000 રૂપિયે લિટરમાં વેચાયું, જાણો ક્યા રોગના ઈલાજમાં છે અક્સીર ?

રાજ્યમાં કેટલી શાળાઓ બંધ કરવામાં આવી હોવાની સરકારે વિધાનસભામાં કરી ચોંકાવનારી કબૂલાત, જાણો વિગત

ટાઈમ મેગેઝીનના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં મોદી સિવાય કયા ભારતીયોને મળ્યું સ્થાન ? નામ જાણીને ચોંકી જશો

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ