સુરતઃ આજના સમયમાં અનૈતિક સંબંધના કારણે હત્યા થઈ હોવાની અનેક ઘટના બની છે. સુરત(Surat)માં પણ આવી જ એક ઘટના બની છે. પત્નીના તેનાથી 15 વર્ષ નાની ઉમરના પ્રેમી સાથે અનૈતિક સંબંધની પતિને જાણ થયા બાદ ચપ્પુના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સુરતના સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) આવેલી લક્ષ્મી ફ્લોટ મિલમાં રસોઇ બનાવવાનું કામ કરતી 45 વર્ષીય મહિલા લોકડાઉનમાં (Lockdown) પોતાના વતન બિહારમાં ગઈ હતી. જ્યાં કોરનાના કારણે તેનને કોરન્ટાઈન (quarantine) કરવામાં આવી હતી. ત્યાં જ કોરન્ટાઈન સેન્ટરમાં તેનાથી 15 વર્ષ નાના યુવક સાથે વાતચીત બાદ પ્રેમમાં પડી હતી અને એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.
થોડા દિવસો બાદ મહિલા સુરત પરત ફરી હતી અને યુવક સાથે વાતો કરતી હતી. એક દિવસ પતિએ પૂછતાં તેણે કોરન્ટાઈન દરમિયાન થયેલી મિત્રતા અંગે જણાવ્યું હતું. જે બાદ તેના પતિએ ફોન પર વાત કરવા ના પાડી હતી. આ વાતને લઈ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બે દિવસ પહેલા પતિએ તેની પત્ની જ્યાં નોકરી કરતી હતી ત્યા ગયો હતો. પત્નીએ તે જેની સાથે વાત કરતી હતી તે આ યુવક હોવાનું કહ્યું હતું. આ સમયે યુવક બેડ પર સુતો હતો.
પત્નીની વાત સાંભળતા જ પતિએ જાત પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ત્યાં પડેલા ચપ્પુથી પત્ની ઘા મારીને ફરાર થઈ ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની ધરપકડ કરી હતી.
Gujarat Lockdown: અમદાવાદના કયા કયા વિસ્તારોમાં મિનિ લોકડાઉન, જાણો વિગત
Bengaluru Lockdown: દેશના આ મેટ્રો સિટિમાં લાદવામાં આવશે લોકડાઉન ? આજે થશે ફેંસલો