સુરત: સુરતની સાધના નિકેતન શાળાની શિક્ષિકાએ ક્રૂરતાની હદ વટાવી દેતા જુનિયર કેજીની માસૂમને એક નહિ બે નહિ 35 થપ્પડ મારીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે માતાએ બાળકીનો યુનિફોર્મ ચેન્જ કરતા તેમની પીઠ પર ઇજાના નિશાન જોયા. ઘટના બાદ પોલીસ ફરિયાદ થતાં આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.


શિક્ષિકની કૂરતાને પગલે પીડિત વાલી સહિતના અન્ય વાલીઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. બાદ ક્લાસરૂપના સીસીટીવી ચેક કરાતા શિક્ષિકાની ક્રૂરતા છતી થઇ હતી. બાદ કાપોદ્રા પોલીસમાં શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાં આવી હતી તેમજ તેમનું રાજીનામું પણ માંગી લેવામાં આવ્યું હતું. ઘટનાને લઇને હોબાળો થતા શિક્ષિકા તેમના સબંધીના ઘરે જતી રહી હતી. જો કે ગણતરીના કલાકમાં જ કાપોદ્રા પોલીસે  શિક્ષિકાનો શોધી લઇને  તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


સુરતમાં અન્ય પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્નીએ પોતાની પતિની હત્યા ચપ્પૂના ઘા મારીને કરી નાંખી છે, પોલીસે આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સામે આવ્યુ છે કે, પત્ની અને તેના બનેવી વચ્ચે છેલ્લા એક વર્ષથી અનૈતિક સંબંધો ચાલતા હતા, આ કારણોસર પતિ પત્ની વચ્ચે સત અણબનાવ રહેતો હતો. 


મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી ઘરેલુ કિસ્સામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આડા સંબંધોનો કરુણ અંજામ સામે આવ્યો છે. વાત એમ છે કે, છેલ્લા એક વર્ષથી પત્ની અને બનેવી વચ્ચે અનૈતિક સંબંધો ચાલી રહ્યાં હતા, આ વાતની જાણ પતિની થઇ ગઇ હતી, આ પછી પતિ અને પત્ની વચ્ચે સતત અણબનાવ અને ઝઘડા થયા કરતાં હતા. પત્નીએ પોતાના પતિને સબક શીખવાડવાનું નક્કી કર્યુ અને પતિને ગાર્ડનમાં લઇ ગઇ હતી. આ દરમિયાન પત્નીએ પોતાના પતિને પોતાના ખોળામાં માથું નાંખીને સુવડાવ્યો, ત્યારે પતિના ગળા પર ધારદાર ચપ્પાના ઘા મારીને પતિની હત્યા કરી નાંખી હતી. જોકે, આ હત્યા બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેમાં પત્ની અને હત્યામાં મદદગાર થનારા બનેવીની પણ ધરપકડ કરવામાં આવી હતી.                              


આ પણ વાંચો 


ક્રિકેટ વર્લ્ડકપને કારણે સુરતના કાપડના વેપારીઓને થયો ફાયદો, જાણો કેવી રીતે


Share Market Closing: તેજી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 393 પૉઇન્ટ ઉછળ્યો, લાસ્ટ સેશનમાં મોટા શેરો ગ્રીન


ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના યુદ્ધ વચ્ચે આતંકી સંગઠન હમાસના ખાતામાં દિલ્હીથી ગયા કરોડો રૂપિયા, જાણો કેવી રીતે


Bhavnagar: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર ભાવનગર આવ્યા, લોકસભા ચૂંટણી પહેલા કર્યું શક્તિ પ્રદર્શન