Narenda Modi Statue: પીએમ મોદીની સૌથી ઉંચી પ્રતિમા તૈયાર થશે. આ પ્રતિમાની ઊંચાઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ વધારે હશે.મહારાષ્ટ્રના પુણે જિલ્લાના લવાસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રતિમાનું બનાવવામાં આવશે.

  આગામી ડિસેમ્બર માસ સુધીમાં આ પ્રતિમા તૈયાર થઈ જવાની આશા છે.    


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પુણેના લવાસા શહેરમાં બનવા જઈ રહી છે. આ પ્રતિમા 190-200 મીટરની ઉંચાઈ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. પૂણેના લવાસા વિસ્તારને પ્રવાસીઓની પહેલી પસંદ માનવામાં આવે છે. મોદીની પ્રતિમાનું અનાવરણ 31 ડિસેમ્બર 2023ના રોજ અથવા તે પહેલા કરવામાં આવે તેવી શક્યતા છે. ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ (ડીપીજીસી)ના વડા અજય હરિનાથ સિંહના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.


સિંહે કહ્યું કે, આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રની અખંડ એકતા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને સમર્પિત કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ લવાસા સ્માર્ટ સિટી માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતાં, આ ભવ્ય પ્રતિમાનું વિઝન હવે વાસ્તવિક બનવાની નજીક છે.


ડીપીઆઈએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લવાસા, જ્યાં પ્રતિમા સ્થાપિત થવાની છે, ત્યાં એક સંગ્રહાલય, એક મેમોરિયલ ગાર્ડન, મનોરંજન કેન્દ્ર અને એક પ્રદર્શન હોલ હશે જે દેશના વારસા અને નવા ભારતની આકાંક્ષાઓને પ્રદર્શિત કરશે. એક્ઝિબિશન હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને સિદ્ધિઓનું પ્રદર્શન હશે. આ સાથે, તે નવ ભારતના નિર્માણમાં તેમના દ્વારા આપેલા યોગદાનને પણ પ્રદર્શિત કરશે.


પ્રવાસીઓને લવાસા કેમ ગમે છે?


મહારાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન પહાડી વિસ્તારોની મુલાકાત લેવા માટે લોકો આખું વર્ષ રાહ જુએ છે. ચોમાસામાં લીલીઘાસથી છવાઇ છતાં હોવાથી કુદરતી સૌદર્યથી સમગ્ર વાતાવરણ ખુશનુમા બની જાય છે. ચોમાસામાં પહાડો પરથી વહેતા ઝરણા કુદરતની શોભાને ઔર નિખારે છે. આ મનોહર દ્રશ્યો નિહારવા માટે મોનસૂનમાં મોટી સંખ્યામાં લોકો આવે છે.


આ પણ વાંચો


Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી


Rain Forecast: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, ક્યાં કેટલો પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?


Hariyana Violence: હિંસાની વચ્ચે હિન્દુને આશ્રય આપ્યો, બુરખો પહેરાવી ઘરે મોકલ્યાં,તોફાની વચ્ચે આ મુસ્લિમ પરિવાર બન્યો તારણહાર