UK Ban American XL bully Dogs: અમેરિકન એક્સએલ બુલી જાતિના કૂતરાઓના વધી રહેલા આતંકને જોતા બ્રિટનમાં તેમના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પોતે શુક્રવારે (15 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પર આની પુષ્ટિ કરી હતી. ભૂતકાળમાં XL બુલી ડોગ સાથે સંબંધિત ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવી સ્થિતિમાં લોકો કૂતરાની આ જાતિ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા હતા.
બ્રિટિશ પીએમ ઋષિ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે " હિંસક હુમલાઓને સમાપ્ત કરવા અને લોકોને સુરક્ષિત રાખવા, આ નસ્લ પર પ્રતિબંઘ મૂકાઇ રહ્યો છે ."
એક્સએલ બુલીના હુમલા વધી ગયા હતા
શુક્રવારે જ સેન્ટ્રલ ઈંગ્લેન્ડમાં XL બુલી કૂતરાના હુમલાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, એક XL બુલી જાતિના કૂતરાએ 11 વર્ષની છોકરી પર હુમલો કર્યો અને તેણીને ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
આ જાતિના કૂતરાઓના હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્ટેફોર્ડશાયર પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, આ શ્વાનને નિરંકુશ રીતે રાખનાર અને બેફામ છૂટો મૂકી દેતા 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.
ભારી ભરખમ કદકાઠી માટે મશહૂર
અમેરિકન બુલી એ કેનલ ક્લબ કૂતરાની જાતિ છે, જે તેના વિશાળ કદ માટે વિશ્વભરમાં જાણીતી છે. આ જાતિના શ્વાન કદ, શક્તિ અને આક્રમકતાના સંદર્ભમાં અન્ય કૂતરા કરતા આગળ છે. જો કે બ્રિટનના મોટા ડોગ એસોસિએશનો દ્વારા આ જાતિને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી ન હતી.
આ પણ વાંચો
અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ
NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર