નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોરોનાની રસીનું ઉત્પાદન વધારવા કેટલીક કંપનીઓને મંજૂરી આપવાનું સૂચન કર્યુ હતું. તેમણે કહ્યું, દેશમાં જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન વધારવા માટે અને દવા કંપનીઓને મંજૂરી આપવા કાનૂન બનાવવા અંગે હું પીએમ મોદીને આગ્રહ કરીશ. તેમાં દવાના પેટંટ ધારકને અન્ય દવા કંપનીઓ દ્વારા 10 ટકા રોયલ્ટી આપવાની વ્યવસ્થા હોવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, જો પુરવઠાની તુલનામાં માંગ વધારે હશો તો સમસ્યા ઉભી થશે. તેથી એકના બદલ 10 કંપનીઓને રસીનું લાયસન્સ આપવું જોઈએ. તેનાથી દેશમાં રસીનો પુરવઠો વધશે અને આપણી જરૂરિયાત પૂરી થયા બાદ સ્ટોક રહે તો એક્સપોર્ટ કરવી જોઈએ. આ બધું 15-20 દિવસમાં થઈ શકે છે.
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 58 લાખ 9 હજાર 302 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે. આજે દેશમાં
કુલ કેસ- બે કરોડ 54 લાખ 96 હજાર 330
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
કુલ મોત - 2 લાખ 83 હજાર 248
છેલ્લા 18 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
18 મે |
2,63,553 |
4329 |
17 મે |
2,81,386 |
4106 |
16 મે |
3,11,170 |
4077 |
15 મે |
3,26,098 |
3890 |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 251 તાલુકામાં વરસાદ, મધ્ય ગુજરાતના આ શહેરમાં 9 ઈંચ પાણીથી જળબંબાકાર
Cyclone Tauktae: રાજ્યના કેટલા ગામડાઓમાં હજુ છે અંધારપટ, જાણો મોટા સમાચાર