Lok Sabha Election: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે ભાજપના વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટને લઇને આજે મોટા સમાચારા સામે આવ્યા છે. આજે અચાનક રંજનબેન ભટ્ટે લોકસભાનું ચૂંટણી મેદાન છોડવાની જાહેરાત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે, સાથે સાથે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. રંજનબેન ભટ્ટે અચાનક ચૂંટણી લડવાની ના પડતા વડોદરા બેઠક પર નવા ઉમેદવારો કોણ હશે તે પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જોકે, હવે અચાનક ચૂંટણી મેદાન છોડવાના નિર્ણય પર રંજનબેન ભટ્ટે ખુલાસો કર્યો છે.
રંજનબેન ભટ્ટે આજે સોશ્યલ મીડિયા પૉસ્ટ પર લખ્યું કે, 'હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.' - આ પૉસ્ટમાં તેમને ચૂંટણી મેદાનમાં છોડવા મામલે અંગત કારણો દર્શાવ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં અન્ય ચર્ચાઓ પણ શરૂ થઇ છે.
વડોદરા લોકસભા ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ મળ્યા બાદ કેમ ચૂંટણી મેદાન અચાનક છોડ્યુ તે અંગે રંજનબેન ભટ્ટે મોટો દાવો કર્યો છે કે, મે જાતે જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પક્ષના કહેવાથી નહીં, મારી મરજીથી ચૂંટણી નહીં લડું, મારી બદનામીથી મે ઉમેદવારી પરત ખેંછી છે. મારે હવે ચૂંટણી નથી લડવી. છેલ્લા 10 દિવસથી મારી બદનામી થઈ રહી છે. ભરત શાહે મને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. PMએ 10 વર્ષ વડોદરાની જનતાની સેવા કરવાની તક આપી, જે કઈ ચાલી રહ્યું હતું તે બધા જાણે છે. ચૂંટણી નહીં લડવાનો મે નિર્ણય કર્યો છે. મારા લોકોએ મને ખુબ જ પ્રેમ કર્યો છે. મને પાર્ટીએ ચૂંટણી નહીં લડવાનું કહ્યું નથી.
આજે સવારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. વડોદરાના સાંસદ રંજનબેને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભાજપના જાહેર થયેલા ઉમેદવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પોતાની મરજીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયનો રંજનબેન ભટ્ટનો દાવો છે. ઉમેદવાર જાહેર થતા જ વિવાદથી શરૂ થયો હતો અને આ કારણે રંજનબેને રણ છોડ્યુ છે. રંજનબેન ઉમેદવાર જાહેર થતા વિવાદો શરૂ થયા હતા. ઉમેદવાર જાહેર થતા જ બદનામી થતા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.