વડોદરાઃ રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases)  અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Self Lockdown) જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે.

કોરોના ચેઈન તોડવા વડોદરાના જ્વેલર્સ એસોસિએશન આવતી કાલથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. શહેરના 400 જ્વેલર્સ આવતીકાલ થી 1 મે સુધી બંધ રાખશે. ચોક્સી મહાજન મંડળ અને ઘડીયાળી પોળ જ્વેલર્સ એસોશિયેશન પણ બંધ જોડાશે.


વડોદરાની શું છે સ્થિતિ
વડોદરામાં પ્રથમ વખત 600થી વધુ કેસ નોંધાયા હતા. 627 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 38,635 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 9 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 318 પર પહોંચ્યો છે. આજે વધુ 448 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 32,347 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 5970 એક્ટિવ કેસ પૈકી 397 દર્દી ઓક્સિજન ઉપર અને 261 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 5312 દર્દીની હાલત સ્થિર છે.


ગુજરાતમાં શું છે ચિત્ર


શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.   રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.


આ જાણીતી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 20 દર્દીઓ તોડ્યો દમ, 200 જિંદગી દાવ પર


Gujarat Lockdown: રાજ્યના આ મોટા શહેરમાં આવેલા જાણીતા મોબાઇલ માર્કેટે પણ લગાવ્યું વીકેંડ લોકડાઉન, જાણો વિગતે