Natural Disaster: ચીનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન સિચુઆન પ્રાંતમાં થયું છે. ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપના કારણે અહીંની અનેક ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટી હોવાનું કહેવાય છે.


ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે મોટી ઇમારતો પણ તેના આંચકાને સહન કરી શકી નહીં અને એક જ ક્ષણમાં તે કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી.  સર્વત્ર તબાહી અને વિનાશના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ક્યાંક ઈમારતોનો કાટમાળ દેખાઈ રહ્યો છે તો ક્યાંક રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે. રહેણાંક વિસ્તારોમાં મકાનોના કાટમાળ નીચે લોકો દટાયા હતા.






સિચુઆન પ્રાંતમાં સૌથી વધુ વિનાશ


ભૂકંપ બેઇજિંગ સમય મુજબ બપોરે 12.52 કલાકે આવ્યો હતો. જેના કારણે સૌથી વધુ વિનાશ સિચુઆન પ્રાંતમાં થયો છે. ઘણી જગ્યાએ ઈમારતો ધરાશાયી થઈ ગઈ, જ્યારે વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા. જેના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. રાહત અને બચાવ માટે ફાયર બ્રિગેડની 1100 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે 50 સભ્યોની ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રાહત અને બચાવ માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.


Crude Oil Price Today: ભારતને આંચકો! OPEC+ દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણય બાદ કિંમતોમાં 4%નો વધારો


iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન


IND vs PAK: પાકિસ્તાની ફેન્સ સાથે સેલ્ફી લેતાં રોહિતે મજાકમાં કહ્યું - 'હાથ તો છોડો..', વીડિયો થયો વાયરલ


Teachers Day: PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ 14500 શાળાઓને અપગ્રેડ કરાશે