મોસ્કોઃ રશિયાની એક યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં 8 લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. રશિયાના પર્મમાં પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ગોળીથી બચવા માટે વિદ્યાર્થીઓ અને ટીચર્સે તેમને રૂમમાં બંધ કરી લીધા હતા. બચવા માટે કેટલાક લોકોએ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દીધી હતી. હુમલાખોરને ઠાર મરાયો છે.
હુમલાખોર યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી ?
હુમલાખોર યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હોઈ શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.ઘટના બાદ સમિતિએ તપાસ શરૂ કરી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગોળીબારી અને ઈમારતથી ભાગવની કોશિશમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીએ પણ બહાર પાડ્યું નિવેદન
પર્મ સ્ટેટ યુનિવર્સિટી પ્રેસ અનુસાર, અજાણ્યા ગુનેગારે બંદૂકથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યુ હતું. જેને લઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીએ ખુદને એક રૂમમાં બંધ કરી લીધા હતા તથા યુનિવર્સિટીએ આવું કરતાં લોકોને પરિસર છોડવાનો આગ્રહ કર્યો હતો.