વોશિંગ્ટનઃ આશરે 300થી વધારે એડલ્ટ ફિલ્મોમાં કામ કરનારી એકટ્રેસ ડકોટા સ્કાયનું રહસ્મય રીતે મોત થયું છે. 27 વર્ષીય ડકોટાની લાશ તેના ઘરમાં મળી હતી. તેનો પતિ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. વેબસાઇટ મિરરના રિપોર્ટ પ્રમાણે ટોપલેસ પોઝ આપવાને લઈ વિવાદમાં આવેલી પોર્ન સ્ટારના આ પ્રકારે મોતથી અનેક સવાલ ઉભા થયા છે.


લોસ એન્જેલિસ સ્થિત આવાસમાં ડકોટી સ્કાયનો મૃતદેહ મળ્યો હતો. તેનું અસલી નામ લોરેન કેય સ્કોટ હતું. તેના પતિએ પોલીસને આ જાણકારી આપી હતી. એક્ટ્રેસના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રિપોર્ટ મુજબ તે ઘણી પરેશાન હતી. થોડા દિવસો પહેલા તેણે જોર્જ ફ્લોયડની તસવીર પાસે ટોપલેસ પોઝ આપ્યો હતો. જેને લઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી. ઉપરાંત તેને મારવાની ધમકી પણ આપવામાં આવી હતી.


2015માં તે એવીએન અવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ન્યૂ સ્ટારલેટ માટે નામાંકિત થઈ હતી. આ અવોર્ડને પોર્નનો ઓસ્કાર કહેવામાં આવે છે. સ્કોટની કાકી લિંડા ઓર્ડેને કહ્યું કે,  તેની ભત્રીજી શરાબ અને ફેંટેનાઈલની લતનો સામનો કરતી હતી. ધ સન સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, તેની વાસ્તિવક જીવનની કહાની અને આ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવી તે એક મોટી ઘટના છે.




 મૂળ રીતે ફ્લોરિડાના રહેવાસી પોર્ન સ્ટારે 4 મેના રોજ વિવાદાસ્પદ તસવીર અપલોડ કરી હતી. જેનું કેપ્શન લખ્યું હતું કે, જોર્જ ફ્લોયડ દિવસની શુભકામના. તમામને સમાનતા તથા નિષ્પક્ષતાનો અધિકાર છે. આ પોસ્ટ બાદ તેના પર ગાળોનો વરસાદ થયો હતો અને અમુક યૂઝર્સે મારવાની ધમકી પણ આપી હતી.


આ પણ વાંચોઃ લસણ ખાવાના છે આ અદભૂત ફાયદા, જાણીને રહી જશો દંગ


રેમડેસિવિર પર જીએસટી ઘટાડીને કેટલો કરવામાં આવ્યો ?  બીજી કઈ કઈ વસ્તુ પર સરકારે ઘટાડ્યો ટેક્સ