Kabul Blast Update: કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અફઘાનિસ્તાનના મીડિયાના કહેવા પ્રમાણે ઘર પર રોકેટ પડ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પત્રકારના મતે દૂર સુધી રોકેટ પડ્યાનો અવાજ સંભળાયો હતો. હજુ સુધી કોઇ સંગઠને રોકેટ હુમલાની જવાબદારી લીધી નથી. આ અગાઉ 26 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર બે વિસ્ફોટ થયા હતા જેમાં 170 લોકોના મોત થયા છે.
અમેરિકાએ અગાઉ આપ્યું હતું એલર્ટ
નોંધનીય છે કે રોકેટ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ચેતવણી આપી હતી કે આગામી 24 કે 36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર ફરી એકવાર આતંકી હુમલો થઇ શકે છે. આ ચેતવણી બાદ ફરી એકવાર વિસ્ફોટ થયો છે.
26 ઓગસ્ટે થયેલા હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ખોરાસાને લીધી હતી
26 ઓગસ્ટના રોજ કાબુલ વિસ્ફાટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ખોરાસાને લીધી હતી. બાદમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસના ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલો કર્યો હતો. આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે, અમે હુમલો કરનારા આતંકીઓને છોડીશું નહી.
ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો
ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. પોતાના પ્રથમ પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે. તે ભારત તરફથી ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. ભાવિના પાસે ગોલ્ડ જીતવાનો મોકો હતો પરંતુ ફાઈનલમાં ચીનની યિંગે તેને હાર આપી હતી.
Vinod Kumar wins Medal: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો ત્રીજો મેડલ, વિનોદ કુમારે ડિસ્ક્સ થ્રોમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Tokyo Paralympic: નિષાદ કુમારે ભારતને અપાવ્યો બીજો મેડલ, હાઇ જમ્પમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતના આ જિલ્લાઓમાં લાંબા સમયના વિરામ બાદ વરસ્યો વરસાદ, જાણો વિગત