Russia Ukraine talks: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત, ચીન અને બ્રાઝિલ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા માટે મધ્યસ્થી કરી શકે છે. ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન પુતિને કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાના એક સપ્તાહ બાદ ઈસ્તંબુલમાં યોજાયેલી વાટાઘાટોમાં યુદ્ધ સંબંધિત પ્રારંભિક સમજૂતી પર સહમતિ થઈ હતી, પરંતુ આ સમજૂતીનો ક્યારેય અમલ થયો ન હતો. હવે જો મધ્યસ્થી મંત્રણા ફરી શરૂ થશે તો ઈસ્તંબુલમાં થયેલ પ્રારંભિક સમજૂતી આ વાટાઘાટોનો આધાર બની શકે છે.






ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં આપવામાં આવ્યું નિવેદન


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ ઈવેન્ટમાં કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના ડોનબાસ વિસ્તારને કબજે કરવાનો છે. હાલમાં રશિયન સેના કુર્સ્કથી યુક્રેનની સેનાને પાછી ખેંચી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ પુતિનની આ શાંતિ મંત્રણામાં ભાગીદારી ન લેવાના કારણે આ બેઠકોનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. હવે પુતિને પોતે જ સંકેત આપ્યા છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ હાલમાં જ રશિયાની મુલાકાત દરમિયાન શાંતિની અપીલ કરી હતી. ગયા મહિને યુક્રેનની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ શાંતિની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ભારત આ માટે મદદ કરવા તૈયાર છે.


પીએમ મોદી જૂલાઈ મહિનામાં રશિયાના પ્રવાસે ગયા હતા. તેમની આ મુલાકાત નાટો સમિટ વચ્ચે થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીના રાષ્ટ્રપતિ પુતિનને ગળે લગાવતી તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી. આ દરમિયાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યાદ અપાવ્યું હતું કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનથી નથી આવતો.


આ દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તેમની મુલાકાતથી નારાજ હતા અને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.


રશિયા બાદ પીએમ મોદી યુક્રેન પણ પહોંચ્યા


રશિયા બાદ વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી. તે પોલેન્ડથી ટ્રેન મારફતે કિવ પહોંચ્યા હતા. પીએમ મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે યુક્રેન નેશનલ મ્યૂઝિયમ પહોંચ્યા હતા. આ બેઠકની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં બંને નેતાઓ ભાવુક થતા જોવા મળ્યા હતા.


આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યુક્રેનને સમય બગાડ્યા વિના શાંતિની વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ઉકેલનો માર્ગ ચર્ચા અને કુટનીતિથી જ આવે છે. આ દિશામાં આગળ વધવું જોઈએ. ઝેલેન્સકીને આ કહેતા પહેલા વડાપ્રધાન મોદીએ પણ તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદની ખાતરી આપી હતી.


આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીને કહ્યું હતું કે થોડા સમય પહેલા હું રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો અને મીડિયાની સામે મેં તેમને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. તાજેતરમાં હું એક બેઠક માટે રશિયા ગયો હતો. ત્યાં મેં સ્પષ્ટ કહ્યું છે કે યુદ્ધના મેદાનમાં ક્યાંય પણ કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી.


Putin: આગામી અઠવાડિયે પુતિનની ધરપકડ થઇ જશે ? મંગોલિયા જઇ રહેલા રશિયન રાષ્ટ્રપતિ પર ખતરો