Corona Cases China: ચીનમાં કોરોનાની નવી લહેરે તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. કોરોનાના કારણે ચીનમાં દહેશતનો માહોલ છે. શાંઘાઈમાં હાલત સુધરવાના બદલે બગડી રહી છે. અહીં સંક્રમણ પર કાબુ મેળવવા લોકડાઉન લગાવવામાં આવ્યું હોવા છતાં કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. પરંતુ એક લોકોના મોતના સમાચાર આવ્યા છે. લોકોડાઉન બાદ અહીંયા કોરોના સંક્રમણના કારણે પ્રથમ મોત નોંધાયું છે. વિવિધ કેસમાં કુલ ત્રણ લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, શાંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં 2417 નવા કેસ આવ્યા છે અને ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઉંમર 89 થી 91 વર્ષ વચ્ચે હતી અને તેઓ અન્ય બીમારીથી પીડાતા હતા. ચીનમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના મામલા વધી રહ્યા છે, જેના કારણે 44 શહેરોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે. શાંઘાઈ જેવા શહેરોમાં સ્થિતિ સતત બગડી રહી છે, તેથી તંત્રએ લોકડાઉન લાદવું પડ્યું છે.


શાંઘાઈમાં લોકડાઉનથી જહાજ નિર્માણ ઉદ્યોગને અસર


શાંઘાઈમાં કોવિડ-19 મામલામાં થઈ રહેલા વધારાના કારણે ચીનનો જહાજ નિર્માણ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. શાંધાઈ ચીનનું વ્યાપાર અને ઔદ્યોગિક કેન્દ્ર છે, અહીંયા લોકડાઉનથી અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે સરકારે ન ઈચ્છવા છતાં લોકડાઉન જેવું પગલું ભરવું પડ્યું છે.




આ પણ વાંચોઃ


CBSE Term 2 Exam Tips: પરીક્ષામાં બચ્યા છે માત્ર 10 દિવસ, જાણો કેવી રીતે કરશો તૈયારી, આ રહી ખાસ ટિપ્સ


ભારતમાં હેડ ક્વાર્ટર ખોલશે આ અમેરિકન ઈલક્ટ્રિક વ્હીકલ કંપની, શરૂ કરી ભરતી


Coronavirus: ભારતે કોરોના મૃત્યુદરનો અંદાજ લગાવવા WHO ની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું


Russia Ukraine War: રશિયન હુમલામાં મારિયુપોલ સહિત અનેક શહેર થયા લોહીલુહાણ, ઝેલેન્સકીએ કરી આ અપીલ


IPL 2022: ગર્લફ્રેન્ડે પૂછ્યું હું કે આઈપીએલ.... બાદ મુંબઈ અને લખનઉની મેચમાં પોસ્ટર બતાવીને શખ્સે આપ્યો આ જવાબ


IPL 2022, DC vs RCB: કોહલી હવામાં છલાંગ લગાવી એક હાથે પકડ્યો અકલ્પનીય કેચ, જોઈને અનુષ્કા પણ થઈ ગઈ ખુશ, જુઓ વીડિયો