ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની રેલીયોમાં વિપક્ષ પર જોરાદાર નિશાન સાધ્યુ છે. સત્તા હાથમાથી નીકળી જોઇને ઇમરાને આ પહેલા ભારતની વિદેશ નીતિને વખાણી હતી, હવે આ કડીમાં વધુ એક કડી જોડાઇ ગઇ છે. આ વખતે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના વિદેશમંત્રી એસ જયશંકરની ખોબલે ખોબલે પ્રસંશા કરી છે. આ વાત તેમને લાખો પાકિસ્તાનીઓની સામે કરી છે. 


શનિવાર આયોજિત એક રેલીમાં ઇમરાન ખાને ભારત, ભારતની વિદેશ નીતિ અને વિદેશ મંત્રીની પ્રસંશા કરી હતી. ઇમરાને પાકિસ્તાનમાં ચાલી રહેલી શાહબાઝ શરીફની ગઠબંધન વાળી સરકારને આયાતિત સરકાર ગણાવી છે.


ટ્વીટર પર શેર કરવામા આવેલા એક વીડિયોમાં ઇમરાન ખાન કહે છે - હવે હું તમને બે દેશોના વિદેશ મંત્રીઓ બતાવવા માંગુ છુ. પહેલા હિન્દુસ્તાનના વિદેશ મંત્રી (અમેરિકાએ) હુકમ કર્યો કે તમે રશિયા પાસથે તેલ ના ખરીદો, ધ્યાનથી સંભળો, હિન્દુસ્તાન અમેરિકાનુ રણનીતિક સહયોગી છે, અમારુ અમેરિકા સાથે કોઇ ગઠબંધન નથી, જ્યારે અમેરિકાએ ભારતને કહ્યું કે તમે રશિયા પાસેથી તેલ ના ખરીદો તે તેમના વિદેશ મંત્રીએ શું કહ્યું, જુઓ....... 






ઇમરાન ખાને એસ જયશંકરનો એક વીડિયો પ્લે કર્યો- તેમાં જોઇ શકાય છે કે, યુરોપ યાત્રા દરમિયાન જ્યારે જયશંકરને પુછવામાં આવ્યુ - શું દેશહિત માટે તમે આ યુદ્ધમાં પૈસા લગાવી રહ્યાં છો ?  જયશંકરે આનો જવાબ આપ્યો - શું રશિયા પાસેથી ગેસ ખરીદવો યુદ્ધમાં પૈસા લગાવવાનુ નથી, શું ભારતનો પૈસા અને ભારત આવનારુ તેલ જ યુદ્ધનુ ફન્ડિંગ છે, યુરોપ આવનારી ગેસ નહીં? જો યુરોપીય દેશ તથા પશ્ચિમી દેશો અને અમેરિકાને એટલી જ ચિંતા છે તો તે કેમ ઇરાન અને વેનેઝુએલાના તેલને માર્કેટમાં આવવાની અનુમતી નથી આપતા ? તેમને અમારા તમામ સ્ત્રોતોને બંધ કરી દીધા છે અને પછી કહે છે કે તમા માર્કેટમાં ના જાઓ અને લોકો માટે સારો સોદો ના કરો.


ઇમરાન કહ્યું આ છે આઝાદ દેશ - 
વીડિયો ખતમ થયા બાદ ઇમરાન બોલ્યો - સાંભળ્યુ ?  જેને સમજાયુ નહીં, હું સમજાવુ છુ, વિદેશ મંત્રીએ તેમને કહ્યું કે, રશિયામાંથી તેલ કેમ ખરીદો છો, જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું તમે કોણ છો અમે બતાવનારા ? યુરોપ તેલ ખરીદી રહ્યું છે, અમારા લોકોની જરૂરિયાત છે, ખરીદીશું. આ હોય છે આઝાદ મુલ્ક. ઇમરાને કહ્યું અમે રશિયા પાસેથી તેલ ખરીદવાના વાત કરી લીધી હતી પરંતુ આ આયાતિત સરકારની હિંમત જ નથી થઇ.


આ પણ વાંચો...... 


Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી


Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ


Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?


India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન


Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો


Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો