કરાંચીઃ પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના ધર્મસ્થાનોમાં તોડફોડની ઘટનાઓ બનતી રહે છે. પોલીસે જણાવ્યું કે બુધવારે કરાચી કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતા મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. આ મંદિર કોરંગી પોલીસ સ્ટેશન વિસ્તારમાં "J" વિસ્તારમાં આવેલું છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મંદિરનું નિરીક્ષણ કર્યા બાદ પૂછપરછ કરી હતી. અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના સમાચાર અનુસાર, કરાચીના હિન્દુ સમુદાયના લોકોમાં આ ઘટનાના કારણે ડરનો માહોલ છે.ખાસ કરીને કોરંગી વિસ્તારમાં જ્યાં કોઈ અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.
આ વિસ્તારમાં રહેતા હિન્દુ સંજીવે અખબારને જણાવ્યું હતું કે છથી આઠ લોકો મોટરસાઇકલ પર આવ્યા હતા અને મંદિર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, "આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે અમને ખબર નથી." પોલીસને ફરિયાદ દાખલ કરવા કહેવામાં આવ્યું છે. કોરંગીના એસએચઓ ફારૂક સંજરાણીએ જણાવ્યું હતું કે, "પાંચથી છ અજાણ્યા શકમંદો મંદિરમાં પ્રવેશ્યા હતા અને તોડફોડ કરીને ભાગી ગયા હતા."
તેમણે કહ્યું કે મંદિર પર હુમલો કરનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ વસ્તીના મંદિરોને વારંવાર ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવે છે. ઓક્ટોબરમાં, કોટ્રીમાં સિંધુ નદીના કિનારે સ્થિત એક ઐતિહાસિક મંદિરને કથિત રીતે અજાણ્યા લોકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ અંગે કોટરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સત્તાવાર અંદાજ મુજબ, પાકિસ્તાનમાં 7.5 મિલિયન હિંદુઓ રહે છે. જો કે સમુદાય અનુસાર દેશમાં 90 લાખથી વધુ હિન્દુઓ છે. પાકિસ્તાનની મોટાભાગની હિંદુ વસ્તી સિંધ પ્રાંતમાં સ્થાયી છે. તેઓ વારંવાર ઉગ્રવાદીઓ દ્વારા ઉત્પીડનની ફરિયાદ કરે છે.
અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું
IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન