ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન બુધવારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ તરીકે ફરી ચૂંટાયા હતા. બે ઉમેદવારો જેમણે ખાન (69) ને આ પદ માટે પડકાર્યા હતા તેઓએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. ત્યારબાદ ઇમરાન ખાન પક્ષના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.


13 જૂન સુધીમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓ યોજવાના પાકિસ્તાન ચૂંટણી પંચના નિર્દેશને પગલે ઈસ્લામાબાદમાં પક્ષના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ખાન સિવાય ઉમર સરફરાઝ ચીમા અને નાઈક મુહમ્મદ પાર્ટી અધ્યક્ષ પદ માટે અન્ય બે ઉમેદવારો હતા.


પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે, જ્યારે ભૂતપૂર્વ યોજના  મંત્રી અસદ ઉમર ફરીથી જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીઓ પછી, ખાને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો અને નેતાઓને સંબોધિત કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે વર્તમાન શાસક યુએસની મંજૂરી વિના કંઈ કરી રહ્યા નથી.


તેમણે એમ પણ કહ્યું કે થોડા દિવસોમાં પાકિસ્તાનના ઈતિહાસના સૌથી મોટા પ્રદર્શનની તારીખ જાહેર કરવામાં આવશે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને આ પ્રદર્શન માટે તૈયાર રહેવા કહ્યું, જેને તેમણે રાષ્ટ્ર માટે જેહાદ ગણાવ્યું હતું.


મોદી સરકાર તમને દર મહિને આપશે 5000 રૂપિયા, જાણો સ્કીમનો લાભ લેવા શું કરવુ પડશે તમારે..........


અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું


IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન


Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા


Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત