Indian Ambassador Meet Taliban Leader: અફઘાનિસ્તાનની બદલતી સ્થિતિ વચ્ચે પ્રથમવાર સતાવાર ભારત અને તાલિબાન વચ્ચે દોહામાં મંગળવારે બેઠક થઇ હતી. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સહિત અનેક મુદ્દા પર બંન્ને વચ્ચે ચર્ચા થઇ હતી. આ વાતની જાણકારી ભારત સરકારે આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા એસ.એમ. અબ્બાસ સ્તાનિકજઇ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સુરક્ષા, અફઘાનિસ્તાનમાંથી ભારતીયોની વાપસીને લઇને ચર્ચા કરાઇ હતી.


વિદેશ મંત્રાલયે કહ્યું કે તાલિબાનના પક્ષની વિનંતી બાદ આ બેઠક દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં કરવામાં આવી છે. બંન્ને વચ્ચે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીઓને લઇને ચર્ચા કરાઇ હતી. આ સાથે ભારતીયોની સુરક્ષાને લઇને પણ ચર્ચા થઇ હતી.


વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઠક અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમની વાપસી પર ચર્ચા થઇ હતી. અફઘાનિસ્તાન નાગરિકોમાં ખાસ કરીને લઘુમતીઓ જે ભારત આવવા માંગે છે તેમને લઇને પણ ચર્ચા થઇ હતી. ભારતીય રાજદૂત મિત્તલે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઇ પણ પ્રકારે આતંકવાદનું સમર્થન આપનાર કોઇ પણ ગતિવિધિનું અફઘાનિસ્તાનની ધરતી પરથી સમર્થન ન મળે.


કાબુલમાં એક સમલૈંગિક વ્યક્તિ સાથે તાલિબાનીઓએ કરી મારપીટ


તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ દરરોજ ભયાનક ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે. લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ વચ્ચે તાલિબાનનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. જેના પરથી ખ્યાલ આવે છે તાલિબાનના રાજમાં મહિલાઓ જ નહી પણ સમલૈંગિક સમુદાયના લોકો પણ ખતરામાં છે.


ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર કેટલાક તાલિબાનીઓએ એક ગે શખ્સ સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તાલિબાનીઓએ તે વ્યક્તિ પાસેથી તેના પિતાનો મોબાઇલ નંબર લીધો અને તેમને જણાવ્યું કે તમારો દીકરો સમલૈંગિક છે. આ સમગ્ર ઘટના અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમા બની હતી.


Amreli: આમ આદમી પાર્ટીએ ભાજપમાં પાડ્યું ગાબડું, શરદ લાખાણી મહેશ સવાણીની હાજરીમાં આપમાં થયા સામેલ


Corona Vaccination: કોરોના રસીકરણમાં ગુજરાતે રચ્ચો ઈતિહાસ, એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઈ રસી


સુરતના એક જ પરિવારના પાંચ લોકો મહુવા પાસે અંબિકા નદીમાં ડૂબ્યા, સાસુ-વહુનો મળ્યો મૃતદેહ